સોમનાથ-દ્વારકા બાદ હવે, અંબાજી ધામમાં પણ ટ્રસ્ટ હસ્તક ધજાનો વહીવટ થશે

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે સખી મંડળની મહિલાઓ ધજા બનાવતી થઈ ગઈ છે, 

New Update

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં હવે સખી મંડળની મહિલાઓ ધજા બનાવતી થઈ ગઈ છેત્યારે ટૂંક સમયમાં જ ધજાનો સંપૂર્ણ વહીવટ મંદિર ટ્રસ્ટ સંભાળશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

શક્તિભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું અંબાજી યાત્રાધામ દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે દેશ-વિદેશમાંથી ભક્તો દર્શન કરવા આવે છેઅને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી ખાતે આવતા ભક્તોમાં માતાજીના મંદિરે ધજા ચઢાવવાનું ખૂબ જ મહત્વ રહ્યું છે.

અંબાજી ખાતે આવતા ભક્તો મંદિરમાં અલગ અલગ લોકો પાસે ધજા ચઢાવતા હતા. અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને અગાઉ પણ ઘણા વિવાદ થયા છેજેને લઈને ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હવે અંબાજી ખાતે સખી મંડળની મહિલાઓ હવે પોતે જ ધજા બનાવવાની કામગીરી કરી રહી છે. આ ધજાઓ તૈયાર થઈને અંબાજી મંદિર ખાતે મોકલવામાં આવે છે. ત્યારબાદ ભક્તો દ્વારા ધજા મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને હવે ટ્રસ્ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યો છે.

માઈભક્તો હવે મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવા માટે મંદિર ટ્રસ્ટની ઓફિસમાં સંપર્ક કરીને જ ધજા ચઢાવી શકશે. અન્ય ખાનગી કેમંદિરના બીજા મહારાજ પાસે ધજા ચઢાવી શકાશે નહીં. મંદિર ટ્રસ્ટ દ્વારા અમુક નક્કી રકમ ટ્રસ્ટમાં ભરપાઈ કર્યા બાદ મંદિરના જ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા આ ધજાનું પૂજન કર્યા બાદ ધજા મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવશેઅને તેના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ ભક્તોને આપવામાં આવશે. અંબાજી મંદિરમાં અગાઉ ધજાના નામે મોટો વેપાર ચાલતો હતોઅને કેટલાક એજન્ટો અને મહારાજ 3 હજારથી 11 હજાર સુધી ભક્તો પાસેથી નાણા પડાવતા હતા. જોકેહવે સોમનાથ અને દ્વારકા બાદ અંબાજી ધામમાં પણ ટ્રસ્ટ હસ્તક ધજાનો વહીવટ શરૂ થશે.

#Ambaji Temple #dhaja #Trust #Ambaji #Banaskantha #Gujarat
Here are a few more articles:
Read the Next Article