ભાવકા ભવાની મંદિર પાસે યુવતી પર હુમલાનો મામલો
બે શખ્સોએ યુવતીના ગળા પર કર્યો હતો છરીથી હુમલો
ગંભીર ઈજાગ્રસ્ત યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
પોલીસે હુમલાખોર બે શખ્સોની કરી ધરપકડ
પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું કર્યું રિકંસ્ટ્રક્શન
અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલો થયો હતો.બે શખ્સોએ છરી વડે યુવતીના ગળા પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનામાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલો થયો હતો.બે શખ્સોએ છરી વડે યુવતીના ગળા પર હુમલો કરીને ફરાર થઈ ગયા હતા.આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ ઘટનામાં અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે.
યુવતીની માતાએ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, એક મહિના પહેલા યુવતીની સગાઈ થઈ હતી. આ સગાઈથી નારાજ વિપુલ જાદવભાઈ ધૂંધળવા નામનો શખ્સ, જે યુવતીનો સતત પીછો કરતો હતો, તેણે અન્ય એક મિત્ર સાથે મળીને આ જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસ તપાસમાં પણ આ જ ઘટસ્ફોટ થયો છે કે, સગાઈ અન્ય યુવક સાથે થતા વિપુલ ગુસ્સે ભરાયો હતો. ઘટનાની જાણ થતાં જ અમરેલી સીટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.સીટી પોલીસે આ ઘટનામાં વિપુલ ધુંધળવા અને તેના મિત્ર આકાશ આપટેની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.