/connect-gujarat/media/post_banners/d2f940b4d66a1389a15cb64415a5f9d291e1591c30b5a4d48a063dd43d098949.jpg)
વલસાડના હિંગરાજ ગામે આવેલ નદીમાં સ્થાનિક 5 બાળકો નાહવા માટે ગયા હતા જે પૈકી બે બાળકો ડૂબી જવાથી મોત નિપજતા ગમમા અરેરાટી વ્યાપી મળતી માહિતી અનુસાર આજે રવિવાર હોવાથી વલસાડ હિંગરાજ ગામના આંબાવાડી ફળિયાના 5 બાળકો નદીમાં નાહવા માટે ગયા હતા જે પૈકી 2 બાળકોને તરતા ન આવડતા બંને બાળકોની ડૂબી જવાની ઘટના બની હતી 16 વર્ષીય હાર્દિક ટંડેલ અને 16 વર્ષીય હિમેશ ટંડેલની ડૂબી જવાની ઘટનાને લઈને સ્થાનિકો અને ફાયર બ્રિગેડ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરી હતી દોઢ કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહો મળી આવતા બહાર કાઢાયા હતા ઘટનાને પગલે બંને બાળકોને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..જ્યાં ફરજ પર ડોકટરે બંને બાળકોને મૃત જાહેર કરાયા હતા .. બંને બાળકોના મોત ના સમાચાર મળતા જ સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી..