રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારી સીએમ કાર્યાલયમાં નિમાયા

ભૂપેન્દ્ર પટેલ તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂક કરી છે.

રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારી સીએમ કાર્યાલયમાં નિમાયા
New Update

ભૂપેન્દ્ર પટેલ તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂક કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા ની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ.રાઠૌરની મુખ્યમંત્રી ના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અધિયા મુખ્યમંત્રીને નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરીંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો-વિષયોમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપશે. ડૉ. હસમુખ અઢિયા નો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળમાં અવધિ સુધી અથવા તો અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બે માંથી જે વહેલું હશે ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત થતા ડૉ. હસમુખ અઢિયા જરૂરી સ્ટાફ-મહેકમ તેમજ અન્ય આનુષાંગિક સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. એસ એસ રાઠોડ મુખ્યમંત્રી ના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનીટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ એસ એસ રાઠોડ મુખ્યમંત્રી ના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રી ના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રી ના સલાહકાર તરીકે નિયુક્ત થતા એસ.એસ. રાઠૌર ને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધા રાજ્ય સરકાર પૂરી પાડશે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #government #retired #senior officers #CM's office
Here are a few more articles:
Read the Next Article