જૂનાગઢમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં પહેલા માળેથી નીચે પટકાયું, સારવાર માટે રાજકોટ લઈ જવાયું

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોકુલનગર સોસાયટીમાં પહેલા માળેથી બાળક રમતા રમતા નીચે પટકાવાની ઘટના સામે આવી છે

New Update
જૂનાગઢમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં પહેલા માળેથી નીચે પટકાયું, સારવાર માટે રાજકોટ લઈ જવાયું

જૂનાગઢ જિલ્લામાંથી માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોકુલનગર સોસાયટીમાં પહેલા માળેથી બાળક રમતા રમતા નીચે પટકાવાની ઘટના સામે આવી છે

જૂનાગઢ શહેરમાં આવેલી ગોકુલ નગર સોસાયટીમાં સાંઈ કૃપા નામના મકાનના પહેલા માળે ગેલેરીમાં રમતા રમતા બે વર્ષનું બાળક નીચે પટકાયાની ઘટના સામે આવી છે જેમાં જોઇ શકાય છે કે પરિવારના સભ્યો જ્યારે ઘરની અંદર હતા. ત્યારે આંખના પલકારામાં બાળક નીચે પડી જાય છે. અચાનક જ બાળક નીચે પડવાનો અવાજ આવતા પરિવારજનો ઘરની બહાર દોડી આવે છે. બાળકને મકાન પરથી પડેલો જોઈ મહિલાઓ ગભરાઈ જાય છે ત્યાં સુધીમાં આજુબાજુના રહીસો પણ એકઠા થઈ જાય છે અને આ બાદ પરિવારજનોએ બાળકને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરને બાળકની વધુ સારવારની જરૂર લાગતાં તેને જૂનાગઢથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે, બાળકની હાલની સ્થિતિ સુધાર પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Read the Next Article

જૂનાગઢ : વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા નોંધાયું મતદાન

વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું

New Update
Visavar by election

જૂનાગઢ જિલ્લાની વિસાવદર તેમજ મેહસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન થયું હતું.એકાદ ઘટનાને બાદ કરતા બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. 

જૂનાગઢ જિલ્લાની વિસાવદર અને મહેસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા પાછળ બે અલગ અલગ કારણ છે. વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતાજોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યો હતો.

પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયાજેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતા પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો હતો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશન સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

આજરોજ યોજાયેલા વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.જેમાં જાણવા મળ્યા મુજબ સાંજના 5 કલાક સુધીમાં વિસાવદરમાં 54.61 ટકા જ્યારે કડીમાં 54.49 ટકા મતદાન નોંધાયું હતું,અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા સાંજે 6 કલાક દરમિયાન 60 ટકા જેટલું મતદાન નોંધાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.અને ભાજપ,કોંગ્રેસ તેમજ આપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા ભર્યો જંગ બની ગયો છે.

Latest Stories