ઉના-ગીર ગઢડા આહીર સમાજ દ્વારા 20મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 29 નવયુગલોએ મંગળ ફેરા ફર્યા..

આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 29 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા

New Update
ઉના-ગીર ગઢડા આહીર સમાજ દ્વારા 20મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 29 નવયુગલોએ મંગળ ફેરા ફર્યા..

ઉના-ગીર ગઢડા આહીર સમાજ દ્વારા ભવ્ય આયોજન

આહીર સમાજ દ્વારા 20મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

સમૂહલગ્નમાં 29 નવદંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા

આહીર સમાજ વતી લગ્ન નોંધણી પ્રમાણપત્ર અપાયા

ભવ્યતા વિના સાદાઇથી લગ્ન સમારોહ સંપન્ન થયો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા તેમજ ગીર ગઢડા તાલુકાના આહીર સમાજ દ્વારા ઉના-ભાવનગર રોડ પર આવેલ આહીર સમાજની વાડી ખાતે 20મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે, સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે. લગ્નથી 2 પરિવારો એક થતા હોય છે. 21મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરીને પોતાનો રૂઆબ દેખાડાવાના પ્રયાસમાં લાખો-કરોડો રૂપિયાના આંધણ કરતા હોય છે.

તો બીજી તરફ, ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે, અને સમગ્ર સમાજ એકત્ર થઇ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે. આવા જ એક સમૂહ લગ્નનું આયોજન ઉના-ગીર ગઢડા આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 29 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. વુમન રાઇટ્સના પ્રમુખ દેવીબેન વાળા દ્વારા દરેક દીકરીને શ્રીમદ્ ભાગવત ગીતા ભેટ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે, કોઇપણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો. કોઇપણ ભેદભાવ વિના સમગ્ર એક પરિવારની જેમ પોતાના આંગણે આવેલા આ પ્રસંગને ઉજવ્યો હતો.

જોકે, આ સમૂહ લગ્નમાં અતિથિ વિશેષ તરીકે ગીર સોમનાથ જિલ્લા વુમેન રાઇટ્સના પ્રમુખ દેવીબેન વાળા, એડવોકેટ રાજેશ્રીબેન, ડો. સંજય રામ, અમુભાઈ સોલંકી, બાબુભાઇ ગાધે, એભાભાઇ રામ, ડાહ્યાભાઈ જળોન્દ્રા, ડો. પાલાભાઇ લાખણોત્રા, રામસીભાઇ લાખણોત્રા, મેરૂભાઇ રામ, મનુભાઈ રામ, ધીરુભાઈ રામ, રામશીભાઈ વાળા, ભીમાભાઇ લાખણોત્રા, ઉકાભાઇ વાઘ, રમેશભાઈ કામળીયા, પુંજાભાઈ રામ સહિત તમામ આહીર કર્મચારી તથા આહીર અગ્રણીઓ તેમજ ઉના-ગીર ગઢડાના તમામ આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આહીર સમાજ વતી લગ્ન નોંધણી પ્રમાણપત્ર સ્થળ ઉપર જ આપવામાં આવ્યું હતું.

Latest Stories