Connect Gujarat
ગુજરાત

ઉના : વાંસોજ ગામમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી

આ શોભાયાત્રામાં વાંસોજ ગામના દરેક ભક્તો જોડાયા હતા.

X

ઉના તાલુકાના વાંસોજ ગામમાં રામનવમી એટલે ભગવાન રામના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ વાંસોજ ગામમાં આવેલ શ્રી ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે પૂજા આરતી કરી ત્યાર બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં વાંસોજ ગામના દરેક ભક્તો જોડાયા હતા.

ભૂતનાથ મહાદેવ મંદિર ખાતેથી શ્રી રામ મંદિર સુધી આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં ડીજે, રથ તેમજ ભગતો દ્વારા ભગવાન રામની જય સાથે રામજી મંદિર પહોંચ્યા હતા ત્યાર બાદ રામજી મંદિર ખાતે 12 વાગ્યે ભગવાન રામના જન્મદિવસની પૂજા આરતી કરી ઉજવણી કરવામાં આવી હતી જેનો વાંસોજ ગામના દરેક ભાવિક ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.

Next Story