હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશ અને રાજ્યમાં ઉમળકા ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની વિવિધ શાળાઓ, કોર્પોરેશન, ખાનગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો તેમજ આમ નાગરીક આ અભિયાનમાં સહભાગી બની પોતાનું યોગદાન આપી રહ્યા છે.ત્યારે આજ રોજઉના તાલુકાના શ્રી તડ પે સેન્ટર શાળામાં આઝાદી કા અમતૃ મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તડ ગામની ગલીઓ, રેલી કાઢવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય ભરતભાઈ ચારણીયા જોડાયા હતા. તીરંગા રેલીમાં શાળાના બાળકોએ ભારત માતા કી જય વંદે માતરમના નારાઓ લગાવ્યા હતા..