વલસાડ : મેન્ટર પ્રોજેક્ટ હેઠળ SOG પોલીસે 44 કિલો ગાંજો મળી રૂ. 13 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી…

મેન્ટર પ્રોજેક્ટ હેઠળ SOG પોલીસે ગાંજાનો જથ્થો, 1 લાખ રોકડા, મોંઘા મોબાઈલ સહિત લક્ઝુરિયસ કાર મળી રૂ. 13 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી

New Update
  • વલસાડ પોલીસને મેન્ટર પ્રોજેક્ટ હેઠળ મોટી સફળતા હાથ લાગી

  • ઓફેન્ડર પર તેના મેન્ટર તરીકે પોલીસકર્મીની કરાય હતી નિમણૂંક

  • SOG પોલીસે સતત વોચ ગોઠવી આરોપીની કરી લીધી છે ધરપકડ

  • ગાંજાનો જથ્થો1 લાખ રોકડામોબાઈલલક્ઝુરિયસ કાર જપ્ત

  • રૂ. 13 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરાય

વલસાડ જિલ્લા પોલીસને મેન્ટર પ્રોજેક્ટ હેઠળ મોટી સફળતા હાથ લાગી છે.SOG પોલીસે ગાંજાનો જથ્થો1 લાખ રોકડામોંઘા મોબાઈલ સહિત લક્ઝુરિયસ કાર મળી રૂ. 13 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે.

ડી.જી.પી. વિકાસ સહાયના આદેશ મુજબ સમગ્ર ગુજરાતમાં જુદા-જુદા ગુના કરનાર આરોપીઓની ઓળખ કરી દરેકને એક યુનિક આઈ.ડી. આપીને દરેક ઓફેન્ડર ઉપર તેના મેન્ટર તરીકે એક પોલીસકર્મીની નિમણૂંક કરવામાં આવી છે. આ પોલીસકર્મીએ તે ઓફેન્ડરની સંપૂર્ણ ગતિવિધિ પર વોચ રાખી ફરીથી તે ગુનો ન કરે કેકોઈ ગુનો કરવાની તૈયારી કરે તેની તકેદારી રાખવાની હોય છે. આ પ્રોજેક્ટ હેઠળ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે.

આ કાર્યવાહી હેઠળ વલસાડ જિલ્લા એસઓજી પોલીસને  વાપીના ચણોદ વિસ્તારમાંથી 44 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો છે. આ સાથે જ 13 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. એસઓજી ટીમને મેન્ટર પ્રોજેક્ટ હેઠળ રામ અવતાર સુમન ગુપ્તા નામના આરોપી જે અગાઉ પણNDPSના ગુનામાં ઝડપાયો હતો. જેને લઈને તેના ઉપર સતત વોચ રાખવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી આ આરોપીની શંકાસ્પદ હિલચાલને લઈને એસઓજી પોલીસ દ્વારા તેના પર નજર રાખવામાં આવી હતી. રેડ દરમિયાન ઘર બહાર લક્ઝૂરિયસ કારમાં તપાસ કરતા 2 ડ્રમમાં શંકાસ્પદ પદાર્થ ભરેલો હતો. જેનીFSLની ટીમે તપાસ કરતાં ડ્રમમાં ભરેલો પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલામાં પોલીસે 44 કિલો ગાંજાનો જથ્થોરોકડા 1 લાખ રૂપિયા સહિત મોંઘા મોબાઈલ અને લક્ઝુરિયસ કાર મળી રૂ. 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Read the Next Article

ભરૂચ: ભારે વાહનો માટે બંધ આમોદ નજીક ઢાઢર નદી પરના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરાયુ, રિપોર્ટ આવ્યા બાદ લેવાશે નિર્ણય

પાદરા તાલુકાનાં ગંભીરાબ્રીજની દુઘટર્ના બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગૂજરાતભરમાં આવેલાં જુના અને ખખડધજ બ્રીજની ચકાસણી કરવામાં આવી રહી છે

New Update
Dhadhar River Bridge
ભરૂચના આમોદ જંબુસરનો જોડતા ઢાઢર નદી પરના બ્રિજનું માર્ગ મકાન વિભાગ દ્વારા લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.પાદરા તાલુકાનાં ગંભીરાબ્રીજની દુઘટર્ના બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગૂજરાતભરમાં આવેલાં જુના અને ખખડધજ બ્રીજની ચકાસણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી હતી. આ અગાઉ ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા ઢાઢર બ્રીજની ભયજનક સ્થિતિના પગલે  ભારદારી વાહનો માટે પ્રતિબંધનો હુકમ કરવામાં આવ્યો હતો.
અંદાજિત એક મહિનાથી ભારદારી વાહનો માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા એન.ડી. ટી. ટેસ્ટ અને બ્રિજના સ્લેબમાંથી કોર લેડલ ટેસ્ટ માટે બ્રિજના પિલ્લરમાં તેમજ કેપમાંથી મહાકાય ક્રેનની મદદથી કોર લેડલ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના પગલે બ્રિજના  સ્ટ્રક્ચરની મજબૂતી કેવી છે અને એના પરથી ભારદારી વાહનો પસાર થઈ શકશે કે કેમ તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા અગાઉના નિર્ણયો લેવાશે.