અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભારંભ કરાવ્યો હતો.

a
New Update

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભારંભ કરાવ્યો હતો.સરકારી સંસ્થામાં આ પ્રકારનું સેન્ટર શરૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવીને સેન્ટર મુલાકાત લઇ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતુ. કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાયેલ બાળકો સાથે તેમણે સંવાદ પણ સાધ્યો હતો. આ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

સરકાર દ્વારા રૂપિયા 25 લાખના ખર્ચે RBSK, PIU, DEIC તથા ઓડિયોલોજી કોલેજની મદદથી ટેલિ-રિહેબિલિટેશન માટે અગત્યની વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેથી આ કાર્યક્રમના સાર્થક પરિણામ મળે અને બાળકો સર્જરી બાદ બોલતા અને સાંભળતા પણ થાય.ટેલિ-રિહેબિલિટેશન ની મદદથી હવે જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર ખાતે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાયેલાં બાળકોને સ્પીચ થેરાપી સેશનના લાભ મળી રહેશે.

#Gujarat #Ahmedabad #Amit Shah
Here are a few more articles:
Read the Next Article