Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ અને જુનાગઢની મુલાકાતે આવ્યા કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ, મત્સ્યોદ્યોગકારો સાથે યોજી મહત્વની બેઠક...

કેન્દ્રિય મંત્રીએ ગીર સોમનાથ જિલ્લાના ઉદ્યોગકારો સાથે મહત્વની બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ જુનાગઢની મુલાકાતે પહોચ્યા હતા.

X

કેન્દ્રના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર પિયુષ ગોયલ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રિય મંત્રીએ ગીર સોમનાથ જિલ્લાના ઉદ્યોગકારો સાથે મહત્વની બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ જુનાગઢની મુલાકાતે પહોચ્યા હતા.

કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે તેઓએ પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન બાદ વેરાવળ ખાતે રાજ્યના ફિશ એક્સપોર્ટરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ફિશરમેશન અને સી-ફૂડ નિકાસ ક્ષેત્રે સમસ્યા અને સંભાવનાઓ પર સંવાદ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા સી-ફૂડ એક્સપોર્ટ એસો.ના પ્રેસિડેન્ટ જગદીશ ફોફાંડી અને ગુજરાત રીજીયનના પ્રેસિડેન્ટ કેતન સૂયાણી દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતના પ્રતિસ્પર્ધી એવા અનેક દેશોને FTSના માધ્યમથી લાભો મળી રહ્યા છે. તે લાભ ભારત દેશના એક્ષપોર્ટરોને પણ મળે તેવી રજૂઆતને કેન્દ્રિય મંત્રીએ સાંભળી હતી.

જોકે, ભારત સરકારને વર્ષે 3500 કરોડથી વધુનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતો અને દેશના GDPમાં પણ અસરકારક સેક્ટર એવા ફીશ ઉદ્યોગકારો સાથે યોજાયેલ મહત્વપૂર્ણ સંવાદમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે નિકાસકારોની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી. આ બેઠક દરમ્યાન MPDEAમાં ત્વરિત સી-ફૂડ એક્ષપોર્ટરના પ્રેસિડન્ટની સભ્ય તરીકે કાયમી નિમણૂંક કરવા નિર્ણય કર્યો હતો. સાથે જ મત્સ્યઉદ્યોગના વિકાસમાં આવતી તમામ અડચણો દૂર કરવા સરકાર કટીબદ્ધ હોવાનું કેન્દ્રિય મંત્રીએ જણાવ્યુ હતું.

તો બીજી તરફ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જુનાગઢની મુલાકાતે પણ આવ્યા હતા, જ્યાં તેઓ રોપ-વેમાં મુસાફરી કરીને ગિરનાર પર્વત પર બિરાજમાન અંબાજી માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીએ જુનાગઢના શ્રેષ્ઠિઓ અને સાધુ-સંતો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ વ્યાપારિક પ્રશ્નો રજૂ કરાતા કેન્દ્રીય મંત્રીએ તમામ શહેરીજનોની રજૂઆતોને સાંભળી હતી. આ તબક્કે ગીરની કેસર કેરીના પણ વખાણ કર્યા હતા. ત્યારબાદ સિંહ દર્શન કરી કેન્દ્રીય મંત્રી ઘણા પ્રભાવિત થયા હતા.

Next Story