નવસારી : APMCમાં આંતરરાષ્ટ્રીય ફળોના વેપારીએ તુર્કીનાં સફરજનનો કર્યો બહિષ્કાર,13 મણ ફળ કચરાપેટીમાં નાખી દઈને કર્યો નાશ

નવસારી APMCમાં વેપારીએ તુર્કી દેશ વિરુદ્ધ અનોખો વિરોધ નોંધાવ્યો છે અને તુર્કીથી આયાત કરેલા 13 મણ સફરજનને કચરાપેટીમાં નાખી દઈને નાશ કર્યો..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાકિસ્તાનને તુર્કીએ કરી હતી મદદ

  • ઘટનાના પડઘા વેપારીઓમાં પડ્યા

  • તુર્કીના 13 મણ સફરજનનો કચરાપેટીમાં કરાયો નાશ

  • તુર્કીના વિરોધનો પ્રવાસન ક્ષેત્રે પણ પડ્યો છે પડઘો

  • તુર્કીથી આવતા ફળનો સંપૂર્ણ પણે કરાયો બહિષ્કાર

ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ તણાવમાં તુર્કી દ્વારા દુશ્મન દેશને સમર્થન આપીને મદદ કરવામાં આવી હતી,જેના ઘેરા પડઘા નવસારીના ફળોના વેપારીઓમાં પડ્યા છે.અને તુર્કીથી આવતા સફરજનનો સંપૂર્ણ પણે બહિષ્કાર કરવામાં આવ્યો છે.

નવસારીમાં એપીએમસીના વેપારી ચંદુલાલ ભાઠેજાએ દુશ્મન દેશ પાકિસ્તાનને સમર્થન આપનાર તુર્કીનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે તુર્કીથી આયાત કરેલા 13 મણ સફરજનને કચરાપેટીમાં નાખી દઈને નાશ કર્યો છે.ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલી દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને આપેલા સમર્થનના વિરોધમાં લેવામાં આવ્યું છે. તુર્કીએ પાકિસ્તાનને હથિયારો અને અન્ય સહાય પૂરી પાડી હતીજેના કારણે ભારતીયોમાં તુર્કી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

વેપારીઓએ ભવિષ્યમાં પણ તુર્કીના સફરજનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ વિરોધનો પડઘો પ્રવાસન ક્ષેત્રે પણ જોવા મળી રહ્યો છે. ઘણા ભારતીય પ્રવાસીઓએ તુર્કીના પ્રવાસના તમામ બુકિંગ રદ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.