/connect-gujarat/media/post_banners/cfa08ac0ab766ce0d80490023ed99aa60706ed31b0ed6a9872994d0cf5bd8a6b.webp)
આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીનામુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંઘને ગુજરાત યુનિવસિર્ટીએમેટ્રો કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રી માગતાયુનિવર્સિટીની બદનક્ષી થતાં આ કેસ કરવામાં આવ્યો છે. કેસની ટ્રાયલનાં દિવસેકેજરીવાલ વતી તેમના વકીલો રહેશે હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદીની ડીગ્રીમુદ્દે યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ કરી હતી. આ મુદ્દે કેસના આરોપી આમ આદમીપાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટમાંકરી અરજી હતી. જેમાં કેસની ટ્રાયલ દરમિયાન જરૂર ન હોય ત્યાં સુધી રાહત આપવા કરી માંગકરી હતી. અગાઉ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને હાજર રહેવા હુકમ કર્યો હતો.કેજરીવાલની અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુનાવણી દરમિયાન કોર્ટેપૂછ્યું હતું કે, આરોપી હાજર ક્યારે રહી શકશે? ત્યારે કેજરીવાલના વકીલ તરફથી લાંબીમુદત માંગતા કોર્ટે કરી ટકોર હતી કે, MP-MLA સામે ઝડપી ટ્રાયલ ચલાવવાનો પરિપત્ર છે, માટે વહેલી તકેતેમને હાજર કરવામાં આવે છે. દલીલોને અંતે કોર્ટે 13 જુલાઈનાંફરજિયાત હાજર રહેવા હુકમ બંનેને ફરમાન કર્યુ હતું.