જુનાગઢ : સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની વિરાસત ઉપરકોટ કિલ્લો નવા કલેવર સાથે સજ્જ થઈને આધુનિક પ્રવાસનનું કેન્દ્ર બન્યો

2300 વર્ષના ઇતિહાસને હૈયામાં સાચવીને ઉભેલો આ કિલ્લો હવે નવા કલેવર સાથે સજ્જ થયો છે.ગુજરાત સરકારે કરોડોના ખર્ચે કિલ્લાને ગૌરવ પુનઃ અપાવ્યું...

New Update
  • ઉપરકોટ કિલ્લાની કાયા કલ્પ કરાયો

  • 2300 વર્ષના ઇતિહાસને કરે છે ઉજાગર

  • મૌર્યકાળની વિરાસતને મળ્યું મૂળ સ્વરૂપ

  • ગુજરાત સરકારે કિલ્લાને ગૌરવ પુનઃ અપાવ્યું

  • ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો અદભુત સંગમ 

જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો 2300 વર્ષના ઇતિહાસને હૈયામાં સાચવીને ઉભો છે,અને હવે નવા કલેવર સાથે સજ્જ થયો છે.ગુજરાત સરકારે કરોડોના ખર્ચે કિલ્લાને ગૌરવ પુનઃ અપાવ્યું છે. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની આ વિરાસત આજે આધુનિક પ્રવાસનનું કેન્દ્ર બની છે.

જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો જર્જરિત અવસ્થામાં હતો, 2300 વર્ષના ઇતિહાસને હૈયામાં સાચવીને ઉભેલો આ કિલ્લો હવે નવા કલેવર સાથે સજ્જ થયો છે.ગુજરાત સરકારે કરોડોના ખર્ચે કિલ્લાને ગૌરવ પુનઃ અપાવ્યું છે. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની આ વિરાસત આજે આધુનિક પ્રવાસનનું કેન્દ્ર બની છે. ત્યારે ત્રણ વર્ષના સઘન રિસ્ટોરેશન બાદ ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મૌર્યકાળની આ વિરાસતને તેનું અસલી રૂપ મળતામુલાકાતીઓ હવે અહીં ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો અદભુત સંગમ માણી રહ્યા છે.

કિલ્લામાં આવેલી જગપ્રસિદ્ધ અડી-કડી વાવનવઘણ કૂવો અને રાણકદેવી મહેલનો પણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓના મનોરંજન અને જ્ઞાન માટે અહીં ટૂંક સમયમાં જ ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો’ શરૂ થશેજે ઇતિહાસને જીવંત કરશે.

ગિરનાર રોપ-વે અને મહાબત મકબરાની સાથે હવે ઉપરકોટનો આ નવો અવતાર જૂનાગઢને વૈશ્વિક પ્રવાસન નકશા પર મજબૂત સ્થાન અપાવશે. સરકારના આ દૂરંદેશી નિર્ણયથી જૂનાગઢના આર્થિક અને સામાજિક વિકાસને નવી પાંખો મળી છે.

Latest Stories