ગીર સોમનાથ: સુત્રાપાડાના બરૂલામાં માટી કૌભાંડમાં કલેકટરના તપાસના આદેશથી ખળભળાટ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરૂલા ગામમાં માટી કૌભાંડમાં જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપતા ચકચાર મચી ગઈ હતી.

New Update

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરૂલા ગામમાં માટી કૌભાંડમાં જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપતા ચકચાર મચી ગઈ હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ના બરૂલા ગામમાં માટી કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું,અને આ અંગેની ફરિયાદ ઉઠી હતી,જે કૌભાંડ અંગે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા એ કડક તપાસના આદેશ આપ્યા છે ,જેના કારણે કૌભાંડીઓ માં ફફડાટ વ્યાપી ગયો છે. માટી ખોદવાના કારણે તળાવમાં મોટું નુકસાન થયું હતું, જિલ્લા કલેકટર દ્વારા જોખમી સ્થિતિ માં ફેરવાયેલા તળાવનું યુદ્ધ ના ધોરણે સમારકામ શરુ કરવામાં આવ્યું છે. જ્યારે ક્ષતિગ્રસ્ત તળાવના પાળાની પણ મરામત કરવામાં આવી રહી છે. રાજકીય આશીર્વાદ હેઠળ NHAI ના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ઉઠાવી લીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.   
વધુમાં માટી કૌભાંડને પગલે બરૂલા થી આલિદ્રા ને જોડતો રસ્તો પણ તળાવમાં ધસી જવાની ભીતિ સેવાઈ રહી છે, અને આ ઘટનામાં માટી ઉઠાવવા માટે અપાયેલ મંજુરી શંકાના દાયરામાં આવતા હજારો મેટ્રિક ટન માટી ની રોયલ્ટી ચોરી નું પણ મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ સાથે DDO પાસેથી પણ અહેવાલ મંગાવ્યો છે.ઉલ્લેખનીય છે કે માટી કૌભાંડમાં નક્કર તપાસ થાય તો રાજકીય માથાઓની સંડોવણી પણ બહાર આવે તેવી અટકળો પણ શરુ થઇ છે.
Latest Stories