Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કોરોના રસીકરણને લાગી બ્રેક, 8 અને 9 જુલાઇ દરમિયાન વેક્સિનેશન સંપૂર્ણ બંધ

રાજ્યમાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી પડી, સરકાર પાસે કોરોનાની રસીનો પૂરતો જથ્થો જ નથી..!

X

રાજ્યમાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં ચાલી રહેલ Covid-19 માટેનું રસીકરણ આજથી બે દિવસ એટ્લે કે તારીખ 8 અને 9 જુલાઇ દરમિયાન સમગ્ર ગુજરાતમાં બંધ રાખવામા આવ્યું છે.

રાજ્યમાં હાલમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવ્યો છે. પરંતુ ત્રીજી લહેરની સતત ચિતા સતાવી રહી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચાલી રહેલ Covid-19 માટેનું રસીકરણ આગામી બે દિવસો એટલે કે ગુરુવાર અને શુક્રવાર તા ૮ અને ૯ જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યું છે. જેની સર્વે પ્રજાજનોએ નોંધ લેવા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરાઈ છે.

રાજ્યમાં 7 જુલાઈએ મમતા દિવસ હોવાથી રાજ્ય સરકારે કોરોના રસીકરણને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. બાળકો અને માતાના તંદુરસ્તી માટે વિવિધ રસી આપવામાં આવે છે. રાજ્યમાં સરકારી હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર મમતા દિવસના ઉપક્રમે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેના કારણે રસીકરણ બંધ રાખવામાં આવ્યુ. ભલે મમતા દિવસના બહાને રસીકેન્દ્રો એક દિવસ માટે બંધ હોય પરંતુ હકીકતમાં સરકાર પાસે રસી જ ખુટી પડી છે, તો બીજી તરફ હવે બે દિવસ તારીખ 8 અને 9 જુલાઈ દરમિયાન પણ બંધ રહેવાની છે.

ઉલ્લેકનીય છે કે, રાજ્ય સરકારે વેક્સિનેશન માટે ગાઈડલાઈન બહાર પાડી વેપારીઓ તેમજ ફેરિયાઓને ફરજિયાત વેક્સિનેશન માટે સૂચના અપાઈ છે. પરંતુ સરકારે જે રોજના વેક્સિન લેવાની જાહેરાત કરી છે તેની સામે તેટલો વેક્સિનનો પૂરતો જથ્થો મળતો નથી.

બીજી બાજુ વેક્સિન ખૂટી પછી રાજ્ય સરકારે કેટલાક વેક્સિનેશન સેન્ટર બંધ કરી દીધા છે. 21 જૂને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે કેટલાક વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી હતી, તે વેક્સિન સેન્ટર બંધ કરી દેવા પડ્યા છે. નાગરિકો સેન્ટર પર જઈને પાછા આવી રહ્યા છે. વેક્સિન સેન્ટર બંધ થઈ જતા હવે બાકીના અન્ય સેન્ટરો પર ભીડ વધુ થવા લાગી છે જેને કારણે વેક્સિનનો જથ્થો પૂરતો મળી રહ્યો નથી.

Next Story