Connect Gujarat
ગુજરાત

વડોદરા : ડભોઇ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વિશાળ જનમેદનીને સંબોધી

પ્રદેશ અધ્યક્ષનું ડભોઈ ખાતે ભવ્ય સ્વાગત કરાયું પ્રદેશ અધ્યક્ષ દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ ભવ્ય રેલી સાથે સી.આર.પાટીલનું સ્વાગત થયું

X

ડભોઇ ખાતે કોલેજ કેમ્પસ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત પેજ સમિતિના સભ્યો અને ભાજપના કાર્યકરોને સંબોધ્યા હતા. ડભોઇ ખાતે કાર્યકરો દ્વારા પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરાયું હતું

આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ સંભાવીત છે ત્યારે દરેક પક્ષ પોતાના પક્ષને મજબૂત બનવા માટે સભાઓ અને વિવિધ આયોજનો હાથ ધર્યા છે. ત્યારે ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રણેતા સી.આર.પાટીલે ડભોઇના આંગણે પેજ સમિતિના સભ્યો સાથે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સભા સંબોધી હતી. કાર્યક્રમના પ્રારંભમાં ડભોઇ આંબેડકર ચોક ખાતેથી ભવ્ય રેલી સાથે સી.આર.પાટીલનું સ્વાગત થયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો,પેજ સમિતિ સભ્યો સહિત વડોદરા છોટાઉદેપુર જીલ્લાનાના ધારાસભ્યો, સાંસદ સભ્યો, સહિત મંત્રી, મહામંત્રી, પ્રમુખો સહિતના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા.

Next Story