વડોદરા:PM મોદીના આગમન પહેલા ગૃહરાજ્ય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરાયું સ્થળ નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરાના મહેમાન બનવાના છે.તારીખ 28મી ના રોજ PM મોદી સાથે સ્પેનના PM સાન્ચેઝ વડોદરા

New Update

PM મોદી વડોદરાના બનશે મહેમાન

સ્પેનના PM સાન્ચેઝ પણ રહેશે ઉપસ્થિત 
2.5 કિ.મીનો યોજાશે રોડ શો 
ટાટા કંપનીના પ્લાન્ટનું કરવામાં આવશે ઉદ્ઘાટન 
સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ગૃહ રાજ્યમંત્રી
સુરક્ષા વ્યવસ્થા અંગે યોજાઈ બેઠક 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરાના મહેમાન બનવાના છે.તારીખ 28મી ના રોજ PM મોદી સાથે સ્પેનના PM સાન્ચેઝ વડોદરામાં 2.5 કિલોમીટરનો રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલશે.આ પ્રસંગે ખાસ વડોદરામાં ટાટા કંપનીના નવા પ્લાન્ટનું પણ PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. 
પીએમ મોદીના આગમન અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વડોદરાની મુલાકાત લીધી હતી,અને સર્કિટ હાઉસ ખાતે વડોદરા શહેર પોલીસ,એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા,CISFના અધિકારીઓ સહિતની એજન્સીઓ સાથે બેઠક કરી હતી.અને સુરક્ષા વ્યવસ્થા અંગેની મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
Read the Next Article

ઉનાના આમોદ્રામાં દીપડાએ ઘરમાં ઘૂસીને ખેડૂત પર કર્યો હુમલો,વન વિભાગે દીપડાને પૂર્યો પાંજરે

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો

New Update
  • ઉનાના આમોદ્રામાં દીપડાનો આતંક

  • એક ઘરમાં ઘૂસીને ખેડૂત પર કર્યો હુમલો

  • પત્નીને બચાવવા જતા પતિ પર દીપડાનો હુમલો

  • દીપડો રસોડામાં ઘૂસી જતા સ્થાનિકોમાં દહેશત

  • વનવિભાગે દીપડાને બેભાન કરીને પાંજરે પૂર્યો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો,ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,જ્યારે વનવિભાગે દીપડાને બેભાન કરીને પાંજરે પૂરવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે દીપડાએ દહેશત ફેલાવી હતી. દીપડો રહેણાંક વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી 50 વર્ષીય ખેડૂત પર હુમલો કર્યો હતો. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે દીપડાને બેભાન કરી પાંજરે પુર્યો હતો.

વહેલી સવારે જ્યારે રમેશભાઈના પત્ની દક્ષાબેને ઘરના વરંડાનો ગેટ ખોલ્યો ત્યારે અચાનક દીપડાએ તેમની પર હુમલો કર્યો હતો.જોકેદક્ષાબેન દોડીને તેમના ઘરની ઓસરીમાં આવી ગયા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

તેમનો અવાજ સાંભળીને તેમના પતિ રમેશભાઈ લાકડી લઈને દોડી આવ્યા હતા. તેમણે દીપડાનો પ્રતિકાર કર્યો હતો.જેથી દીપડો ગાયો બાંધવાના રૂમ તરફ ગયો હતો.રમેશભાઈ તેની પાછળ પાછળ જતા દીપડો ઘરના પાછળના ભાગે આવેલા રસોડાની બારીમાંથી રસોડામાં ઘૂસી ગયો હતો.

રમેશભાઇએ લાકડીથી તેને ભગાડવાનો પ્રયત્ન કરતા રોષે ભરાયેલા દીપડાએ રસોડામાં જ રમેશભાઇ પર હુમલો કર્યો હતો. જોકેઆ દરમિયાન આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

રસોડાનો દરવાજો બંધ કરી વનવિભાગની ટીમે બંધ બારણે દીપડાને બેભાન કરવા માટેના પ્રયત્નો કર્યા હતા.અંતે વન વિભાગની ટીમે દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે બેભાન કરી રસોડામાંથી બહાર કાઢી આખરે પાંજરે પુર્યો હતો.

હાલ ઈજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમને હાથે ગંભીર ઇજાઓ પહોંચી છે.ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.