વડોદરાના સાયકલીસ્ટ રાજ શર્માએ લદાખમાં યોજાયેલી અલ્ટ્રા સાયકલિંગ રેસમાં 600 કિમીની રેસ પૂર્ણ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે.
વડોદરા શહેરના 35 વર્ષીય રાજ શર્મા છેલ્લા અઢી વર્ષથી સાયકલિંગ કરી રહ્યા છે. રાજ શર્મા એ સાયકલિંગ એપ્રિલ 2021થી શરૂ કર્યું હતું. હાલ લદાખમાં યોજાયેલી અલ્ટ્રા સાયકલિંગ રેસમાં 600 કિમીની રેસ પૂર્ણ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે. અગાઉ પણ તેમણે પૂનાથી મહાબલેશ્વર સુધી 634 કિ.મી. અલ્ટ્રા સાઈકલિંગ રેસમાં મેદાન માર્યું છે.સાયકલીસ્ટ રાજ શર્મા એ જણાવ્યું કે, ધ ગ્રેટ હિમાલયન અલ્ટ્રા સાયકલિંગ રેસ સૌથી અઘરી રાઈડ હોય છે. આ રાઈડ લેહથી શરૂ થઈને કારગીલ, દ્રાસ અને ફરી લેહ સુધીની હોય છે. જેમાં 600 કિમી દરમિયાન 10,347 મીટરનું એલિવેશન હોય છે તથા રાઈડ દરમિયાન 3500 મીટરથી જ એલિવેશનની શરૂઆત થઈ જતી હોય છે. આ રાઈડ હાલમાં 26 ઓગષ્ટ દરમિયાન પૂર્ણ કરી છે.રાજ શર્મા ગુજરાતના સફળ સાયકલીસ્ટ બન્યા છે. જેને આ રેસ પૂર્ણ કરી છે. દરરોજ એકથી દોઢ કલાકનું વર્કઆઉટ કરે છે.