Connect Gujarat
ગુજરાત

વડોદરા : લવ જેહાદના નવા કાયદા હેઠળ રાજયનો પ્રથમ કેસ ગોત્રી પો. સ્ટેશનમાં નોંધાયો

વિધર્મી યુવાન હિંદુ યુવતીને ભગાડી ગયો હતો, યુવાન ત્રાસ ગુજારતો હોવાથી યુવતીએ નોંધાવી ફરિયાદ.

X

રાજયમાં લવ જેહાદના બનાવો રોકવા અમલમાં મુકાયેલા નવા કાયદા હેઠળનો પ્રથમ કેસ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયાના ત્રણ દિવસ બાદ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો છે. મુસ્લીમ યુવકે ખ્રીસ્તી હોવાનું જણાવી મિત્રતા બાંધી હિન્દુ યુવતિ સાથે બળજબરી પૂર્વક સંબંધ બાંધી તેની સાથે નિકાહ પઢ્યા હતા. ત્યાર બાદ મારઝુડ કરી તેના જાતીવિષયક અપશબ્દો બોલતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આ બનાવમાં યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધર્મી યુવાનો દ્વારા પટાવી, ફોસલાવીને ધર્માંતરણ કરવાના કિસ્સાઓમાં વધારો નોંધાતા કાયદો બનાવવાની માંગ ઉઠી હતી. આખરે રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021 નો કાયદો ઘડ્યો હતો. અને તા. 15 જુનથી લાગુ કરવામાં આવ્યો હતો. નવો કાયદો લાગુ કરાયાના ત્રણ દિવસમાં બાદ આજે વડોદરા પ્રથમ કેસ નોંધાયો હતો.ઝોન 2 ના ડી.સી.પી. જયવિરસિહ વાળાએ આ સંબંધમાં વધુ માહિતી આપી હતી.

Next Story
Share it