/connect-gujarat/media/post_banners/606abd263e86d70bcd4c163af9a01c8576a0797a9f0e968e4aaa4981a8a794f6.jpg)
સાળંગપુર ખાતેના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે ભીંતચિત્રોને લઈને રાજ્યભરમાં વિવાદ ચાલી રહ્યો છે. ભક્તો બાદ સંત સમાજ પણ આ મામલે મેદાને આવ્યો છે, અને વિરોધ નોંધાવી રહ્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય તથા કરણી સેના દ્વારા આ અંગેનો વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અને જો આ ભીંતચિત્રો નહીં હટાવાય તો આગામી દિવસોમાં વૈદિક રીતે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.