-
સયાજી બાગના 146માં સ્થાપના દિનની ઉજવણી
-
પ્લેનેટોરિયમ ખાતે સાયન્સ પાર્કનું કરાયું લોકાર્પણ
-
અપગ્રેડ થયેલા સાધનોને પણ ખુલ્લા મુકાયા
-
બાળકોમાં જ્ઞાન સાથે વિજ્ઞાનનું પણ નોલેજ વધે તેવો પ્રયાસ
-
સયાજીરાવ ગાયકવાડે 1879માં સયાજી બાગનું લોકાર્પણ કર્યું હતું
વડોદરા શહેરના સયાજી બાગના 146માં સ્થાપના દિન પ્રસંગે રૂપિયા 2.08 કરોડના ખર્ચે પ્લેનેટોરિયમ ખાતે સાયન્સ પાર્ક અને અપગ્રેડેડ થયેલા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડોદરામાં સયાજી બાગના 146માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે 2.08 કરોડના ખર્ચે પ્લેનેટોરિયમ ખાતે સાયન્સ પાર્ક અને સયાજી બાગમાં અપગ્રેડેડ થયેલા સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અપગ્રેડેશન કરવામાં આવ્યું છે,તેમાં વિજ્ઞાનના પ્રયોગો અને ઓબ્જેક્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે. બાગમાં ફરવા આવતા બાળકોને જ્ઞાન સાથે વિજ્ઞાનનું પણ નોલેજ વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં ઈલ્યુમિનેટેડ ટ્રીઝ પણ મૂકવામાં આવ્યા છે. સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા 1879માં સયાજીબાગનું લોકાર્પણ કર્યું હતું.જે વડોદરા શહેરમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.
એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત પ્રાપ્ત થયેલ 1 જોડી વરૂ, 1 જોડી ઝરખ, 1 જોડી શિયાળ, 1 જોડી જંગલી કુતરા, તથા એક માદા રીંછને પીંજરામાં વડોદરાના શહેરીજનો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. સાથે સયાજીબાગ ખાતે પ્લેનેટોરિયમની બાજુમાં નવીન બનાવેલ સાયન્સ પાર્કનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.