વડોદરા : બ્રેઈન ડેડ યુવતીના અંગદાન થકી 5 દર્દીઓના જીવનમાં ખીલશે સ્વાસ્થ્યનો સૂરજ...

મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરતી યુવતી થઈ બ્રેઇન ડેડ યુવતીના પરિવારજનોની સંમતિ બાદ અંગદાનનો નિર્ણય પોતાના અંગદાન થકી યુવતી આપશે 5 દર્દીને નવજીવન

વડોદરા : બ્રેઈન ડેડ યુવતીના અંગદાન થકી 5 દર્દીઓના જીવનમાં ખીલશે સ્વાસ્થ્યનો સૂરજ...
New Update

વડોદરા શહેરની કોમલ પટેલ મલ્ટી નેશનલ કંપનીમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતી હતી. કોમલ પટેલ તીર્થ સ્થળ કેદારનાથ જઈ ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ તેને માથાનો ગંભીર દુ:ખાવો શરૂ થયો હતો. જેથી તેને પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ કોમલ પટેલને વધુ સારવાર માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેમનું સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસનું નિદાન કરવામાં આવ્યું હતું. જોકે, સ્થિતિ ઝડપથી બગડતા કોમલ પટેલને વેન્ટિલેટરી સપોર્ટ પર મુકવામાં આવી. ત્યારબાદ તેનું બ્રેઈન ડેડ થયું હોવાની પુષ્ટિ થઈ હતી.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલના નિષ્ણાતોએ કોમલ પટેલના પરિવારને અંગદાનના ઉમદા કાર્યની જાણ કરી હતી. દર્દીના નાના ભાઈએ તેના પરિવારને અંગદાનના મહાન કાર્ય વિશે સમજાવ્યા બાદ આખરે તેઓએ અંગદાન માટે સંમતિ આપી હતી. તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ ઝાયડ્સ હોસ્પિટલ, અમદાવાદ અને ગ્લોબલ હોસ્પિટલ, મુંબઈના તબીબોની ટીમે 24 કલાકની અંદર અંગ પુનઃ પ્રાપ્તિની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. દર્દીના સંબંધીઓએ પોતાના વાળનું દાન કરીને કેન્સરના દર્દીઓને પણ આશાનું કિરણ આપ્યું હતું. આ સાથે જ હૃદય, લીવર, કિડની, આંખોના દાનથી કોમલ પટેલે 5 લોકોને નવજીવન આપ્યું છે.

#health #ConnectGujarat #Vadodara #Patients #organ donation #brain dead girl
Here are a few more articles:
Read the Next Article