વડોદરા : દુધના ભાવવધારાનો અનોખો વિરોધ, ટીમ રીવોલ્યુશને મફતમાં દુધના પાઉચ આપ્યાં

વડોદરાની ટીમ રીવોલ્યુશને દુધના ભાવવધારાનો વિરોધ કરવા મફતમાં દુધના પાઉચ આપી શહેરીજનોમાં આર્કષણ જમાવ્યું હતું..

New Update
વડોદરા : દુધના ભાવવધારાનો અનોખો વિરોધ, ટીમ રીવોલ્યુશને મફતમાં દુધના પાઉચ આપ્યાં

પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા દરમિયાન મફતમાં પેટ્રોલ આપનારી વડોદરાની ટીમ રીવોલ્યુશને દુધના ભાવવધારાનો વિરોધ કરવા મફતમાં દુધના પાઉચ આપી શહેરીજનોમાં આર્કષણ જમાવ્યું હતું.....

Advertisment

વડોદરામાં ટીમ રીવોલ્યુશન તેના અનોખા વિરોધ પ્રદર્શન માટે જાણીતી છે. થોડા દિવસ પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં વડોદરામાં ભાજપના સમર્થકોને મફતમાં પેટ્રોલ આપવામાં આવ્યું હતું. હવે રાજયમાં દુધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે ત્યારે ટીમ રીવોલ્યુશન તરફથી મફત દુધના પાઉચ આપવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન સાથે સેલ્ફી બતાવનારને 10 પાઉચ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેનો ફોટો બતાવનારને 5 પાઉચ, ભાજપના સ્થાનિક કોર્પોરેટર સાથેની તસવીર લાવનારને 02 પાઉચ અને અબ કી બાર મહેંગી સરકારના નારા લગાવનારને એક પાઉચ આપવામાં આવ્યું હતું. ટીમ રીવોલ્યુશનના સ્વેજલ દેસાઇ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, આજે દિવસ દરમિયાન દુધના 3 હજાર જેટલા પાઉચ વિનામુલ્યે આપવામાં આવ્યાં છે. હવે આગામી દિવસોમાં રાંધણગેસના બોટલો મફતમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ અને ડીઝલના ભાવમાં થયેલાં વધારાએ ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી બનાવી દીધી છે...

Advertisment
Latest Stories