વલસાડ : પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે વટ જમાવતા મધ્યપ્રદેશ-ઇન્દોરના 2 યુવાનોની ધરપકડ...

વલસાડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પરની એક હોટલમાં 2 યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર જોવા મળ્યા છે, ત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસ કાફલો હોટલ પર પહોંચી ગયો હતો

New Update

વલસાડ જિલ્લા ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા

મધ્યપ્રદેશ-ઇન્દોરના 2 યુવાનોની કરાય છે ધરપકડ

યુવાનો પાસેથી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ  મળ્યા

ઘાતક હથિયારો વટ પાડવા ખરીદ્યા હોવાનો ખુલાસો

બન્ને યુવાનોની ધરપકડ સાથે પોલીસની કડક કાર્યવાહી

આજના યુવાનોમાં વટ પાડવો એક ફેશન બની ગઈ છેત્યારે આવો જ કિસ્સો વલસાડ જિલ્લામાંથી સામે આવ્યો છે. વલસાડ ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરના 2 યુવાનોની ઘાતક હથિયારો સાથે ધરપકડ કરી છે. જોકેઆ ઘાતક હથિયારો માત્ર વટ પાડવા માટે ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે.

વલસાડ ગ્રામ્ય પોલીસ જાપ્તામાં ઉભેલા આ બન્ને યુવાનો પર ગંભીર ગુનો લાગેલો છે. પ્રથમ નજરે માસુમ લાગતા આ યુવાનો પાસેથી ઘાતક હથિયાર મળી આવ્યા છે. ઘટનાની વિગતે વાત કરીએ તોવલસાડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કેનેશનલ હાઇવે પરની એક હોટલમાં 2 યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર જોવા મળ્યા છેત્યારે વલસાડ ગ્રામ્ય પોલીસ કાફલો હોટલ પર પહોંચી ગયો હતોઅને બન્ને ઈસમોને તપાસ કરતા એક દેશી બનાવટી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ  મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કેઆ બન્ને આરોપી ઇન્દોરથી દમણ ફરવા આવ્યા હતા. દમણમાં મોજશોખ  કર્યા બાદ આરોપીની એક ગર્લફ્રેન્ડ પણ વલસાડ આવી હતી. આ ગર્લફ્રેન્ડને મળવા આરોપી વલસાડની હોટલમાં મળવા આવ્યા હતા. આ બન્ને પાસેથી મળેલા ઘાતક હથિયારોનો ઉપયોગ તેઓ ક્યાં કરવાના હતાતે મામલે પોલીસે તપાસ શરૂ કરી છેત્યારે હાલ તો વલસાડ ગ્રામ્ય પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ નિતેશ અંબારામ કટારીયા અને ગૌરીશંકર ડોંગરેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#ઘાતક હથિયારો #કારતૂસ #pistol #Valsad News #Valsad Police #ધરપકડ #Connect Gujarat #lethal weapons
Here are a few more articles:
Read the Next Article