વલસાડના કાજણહરી ગામે ચાલતી દારૂની મહેફિલમાં એલસીબી દ્વારા રેડ કરી નાનકવાડાના સરપંચ સહિત કુલ ૪૧ લોકોને 36 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લાના કાજણહરી ગામ ખાતે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી વલસાડ એલસીબી પોલીસને મળી હતી. જેને લઈને પોલીસની ટીમે સ્થળ પર રેડ કરી હતી. જેમાં નાનકવાડા સરપંચ અને સરપંચ એસોસિએશનના પ્રમુખ વિનોદ પટેલ, નાનકવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ધર્મેશ પટેલ તથા નાનકવાડાના સભ્ય મનીષ પટેલ સહિત કુલ 41 લોકો દારૂની મહેફિલ માનતા રંગે હાથ ઝડપાયા હતા. દારૂની મહેફિલમાં 15 હજારની કિંમતનો 25 લિટર ઈંગ્લિશ દારૂનો જથ્થો તેમજ દેશી દારૂ બનાવવાનો વોશ મળી કુલ 64 હજારના દારૂનો જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે દારૂનો જથ્થો તેમજ વાહનો સહિત 36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.