વલસાડ : વાપીની રામા પેપર મિલમાં ભીષણ આગથી અફરાતફરી સર્જાઇ,7 ફાયર ટીમોએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો

વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલી રામા પેપર મિલમાં ભીષણ આગની ઘટના બની હતી.જેના કારણે ભરે નાસભાગ મચી ગઈ હતી,જોકે ફાયર લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
  • વાપી જીઆઇડીસીમાં આગનો બનાવ

  • મોડી રાત્રે રામા પેપર મિલમાં લાગી આગ

  • રામા પેપર મિલમાં આગ લાગતાં ભાગદોડ મચી

  • પેપરની ગાંઠડીઓમાં આગ લાગતા વિકરાળ બની  

  • 7થી વધુ ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ

વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલી રામા પેપર મિલમાં ભીષણ આગની ઘટના બની હતી.જેના કારણે ભરે નાસભાગ મચી ગઈ હતી,જોકે ફાયર લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

વલસાડ જિલ્લાના વાપી ઉદ્યોગનગરીમાં આવેલ રામા પેપર મિલમાં ભાઈ બીજની રાત્રીએ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગ પેપરની ગાંઠડીઓમાં લાગી હતીજેના કારણે જીઆઇડીસી વિસ્તાર ફાયરના સાયરનથી ગુંજી ઉઠ્યો હતો. રાત્રિ શિફ્ટ દરમિયાન કામદારોએ મિલમાંથી ધુમાડો નીકળતો જોયો હતો. તેમણે તાત્કાલિક નાઈટ શિફ્ટ મેનેજરને જાણ કરી હતી. કંપનીના સંચાલકોએ પણ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી.

આગ પર કાબૂ મેળવવા માટે કંપનીમાં સ્થાપિત ફાયર ફાઈટરના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા વાપી જીઆઇડીસી અને વાપી નગરપાલિકાની ફાયર ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.કુલ 7 ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા. પેપરની ગાંઠડીઓમાં આગ લાગી હોવાથી ફાયર ટીમોને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.જોકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

Latest Stories