Connect Gujarat
ગુજરાત

વલસાડ : ઉધાર તમાકુ આપવાની ના પાડનાર દુકાનદારે આંખ ગુમાવી, માથાભારે ગ્રાહકે મારી હતી હથોડી...

તમાકુ આપવાનું ના કહેતા ઉશ્કેરાયેલા ગ્રાહકે દુકાનદારની આંખમાં હથોડી મારી એક આંખ ફોડી નાખતા ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

X

વલસાડ શહેરમાં દુકાનદારે ઉધાર તમાકુ આપવાનું ના કહેતા ઉશ્કેરાયેલા ગ્રાહકે દુકાનદારની આંખમાં હથોડી મારી એક આંખ ફોડી નાખતા ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરના ધોબીતળાવ વિસ્તારમાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઉધાર તમાકુ લેવા બાબતે બબાલ થઈ હતી. આ ઘટનામાં દુકાનદારને તેની એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. શાલીમાર એપાર્ટમેન્ટમાં રહેતા જલાલુદ્દીન પીરખા ખાનની અનાજ-કરિયાનાની દુકાન ધરાવે છે, જ્યાં માથાભારે ઈસમ સરફરાઝ શેખ આવી ઉધાર તમાકુ માંગી હતી. જોકે, દુકાનદારે તમાકુ ઉધાર આપવાનું ના કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં દુકાનદારની પત્નીએ દરમ્યાનગિરિ કરતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ થોડી વાર બાદ માથાભારે ઈસમ સરફરાઝ શેખે અન્ય સાગરીતો સાથે દુકાને આવી ઝઘડો કરી જલાલુદ્દીન પીરખા ખાનને હથોડી મારી એક આંખ ફોડી નાંખી હતી. આ સાથે જ દુકાનદારના પુત્રને પણ માર માર્યો હતો. જે બાદ ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Next Story