દમણ: સોશિયલ મિડીયાની મિત્રતામાં યુવક લૂંટાયો,પોલીસે બે મહિલા સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ

સુરતના એક યુવકને સોશિયલ મિડીયાના માધ્યમથી મિત્રતા કેળવી દમણની હોટલમાં બોલાવી દારૂનો નશો કરાવ્યા બાદ બે મહિલાએ લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી...

New Update
  • સોશિયલ મિડીયાની મિત્રતાનું ગંભીર પરિણામ

  • યુવકને ફેસબુકથી થઇ હતી મહિલા સાથે મિત્રતા

  • દમણ ફરવા ગયા બાદ યુવકને મહિલાઓએ લૂંટ્યો

  • હોટેલમાં યુવકને બે મહિલાએ દારૂના નશામાં કર્યો અર્ધબેભાન

  • દાગીના,રોકડ સહિતનો સામાન લૂંટીને મહિલા થઈ ફરાર

  • દમણ પોલીસે બે મહિલા સહિત ત્રણની કરી ધરપકડ 

સુરતના એક યુવકને સોશિયલ મિડીયાના માધ્યમથી મિત્રતા કેળવી દમણની હોટલમાં બોલાવી દારૂનો નશો કરાવ્યા બાદ બે મહિલાએ લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી. દમણ પોલીસે લૂંટ કરનાર બંને મહિલા તથા ચોરીનો સામાન ખરીદનાર યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મિડીયાના માધ્યમથી વાતચીત કરીને ધનિક લોકો સાથે મિત્રતા કરીને પાર્ટી કરવાના બહાને હોટલમાં બોલાવી લૂંટ કરનારી મહિલા ગેંગને દમણ પોલીસે ઝડપી પાડી છે. નાની દમણના કડૈયા સ્થિત પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી કેસુરતમાં રહેતો એક વેપારી યુવકને ફેસબુકના માધ્યમથી રિયા સિંગ નામક મહિલા સાથે દોસ્તી થઇ હતી. સોશિયલ મિડીયાના માધ્યમથી નિયમિત વાત થતા રિયાસિંગ અને ભોગ બનનાર યુવક વચ્ચે વિશ્વાસ વધ્યો હતો. ગત 14મી મેના રોજ રિયા સિંગ અને તેની બહેનપણી લાલી સાથે તેઓ કાર લઇને દમણ ફરવા માટે આવ્યા હતા.

જેમાં સુરતના યુવકને પણ બોલાવ્યો હતો. દમણના સી ફેસ તથા અન્ય વિસ્તારમાં ફરીને તેઓ એક હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાત્રિએ બંને મહિલાએ યુવકને દારૂ પીવડાવ્યા બાદ અર્ધ બેભાન અવસ્થામાં સુવડાવી દીધો હતો. મળસ્કે જ્યારે યુવકની ઉંઘ ઉડી તો બંને મહિલા હોટલના રૂમમાંથી ગાયબ હતી. આ ઉપરાંત યુવકની સોનાની ચેઇનબ્રેસલેટ તથા મોબાઇલ ફોન પણ ગાયબ હતા. પોતે લૂંટાયો હોવાની ખબર પડતા યુવકે કડૈયા દમણ પોલીસ સ્ટેશનમાં બંને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શનમાં દમણની પોલીસે બંને મહિલાની ધરપકડ કરવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બંને મહિલાની ઓળખ કરીને નજર રાખવામાં આવી રહી હતી. જોકેબંને મહિલા લોકેશન બદલતી રહેતી હોવાથી પોલીસને પકડવામાં મુશ્કેલી આવી રહી હતી. આખરે પોલીસે બંને મહિલા આરોપી જેની ઓળખ રામલાલી સંજય શહાદે અને કંચન લતા સિંહની ધરપકડ કરી હતી. લૂંટનો મુદ્દામાલ અંકલેશ્વરમાં વેચાણ કર્યો હોવાની કબુલાત કરતા મુદ્દામાલ ખરીદનાર તેજસ રમણભાઇ વસાવાની પણ પોલીસે ધરપકડ કરીને મુદ્દામાલ રીકવર કર્યો હતો.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.