વલસાડ: પારડીમાં ગણેશ પંડાલમાં ચાલતો હતો અશ્લીલ ડાન્સનો કાર્યક્રમ

New Update
વલસાડ: પારડીમાં ગણેશ પંડાલમાં ચાલતો હતો અશ્લીલ ડાન્સનો કાર્યક્રમ

વલસાડના પારડીમાં ગણેશ પંડાલમાં ચાલતા અશ્લીલ ડાન્સના કાર્યક્રમમાં પોલીસે દરોડા પાડી 2 યુવતી સહિત આયોજકની ધરપકડ કરવામાં આવી છે

કોરોનાની મહામારીથી ત્રાહિમામ પોકરી ચૂકેલી આમ જનતા વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરી તેમની પૂજા-અર્ચના કરી સમાજની સુખાકારી માટે પ્રાર્થના કરી રહી છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો ગણેશજીની સ્થાપનાની આડમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ક્ષોભ અનુભવતા નથી.પારડીમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવતા ગણેશ ભકતોમાં નારાજગી જોવા મળી રહી છે. બાલદા ઈશ્વર નગર સોસાયટીમાં સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં બાપાની પૂજા અર્ચના કરી કોરોનાથી મુક્ત સમાજની પ્રાર્થના કરવાને બદલે બે નર્તકીઓને બોલાવી તેમની અશ્લીલ ચેનચાળા નૃત્યના કાર્યક્રમનું આયોજન આયોજક બિલ્ડર પુત્ર મોતીલાલ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.આ અંગેની માહિતી પારડી પોલીસને મળતા દારોડા પાડવામાં આવ્યા હતા અને પોલીસે 2 યુવતીઓ સહિત આયોજક અને અન્ય 8 થી 10 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

Latest Stories