વલસાડ : છેલ્લા 7 વર્ષથી પોતાની પુત્રીને પીંખનાર હવસખોર પિતાની ધરપકડ, માતાએ નોંધાવી હતી ફરિયાદ.

વાપીમાં પિતા-પુત્રીના સબંધને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. જેમાં પિતાએ જ પોતાની પુત્રીને હવસનો શિકાર બનાવી છે

New Update
વલસાડ : છેલ્લા 7 વર્ષથી પોતાની પુત્રીને પીંખનાર હવસખોર પિતાની ધરપકડ, માતાએ નોંધાવી હતી ફરિયાદ.
Advertisment

વલસાડ જિલ્લાના વાપીમાં પિતા-પુત્રીના સબંધને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. જેમાં પિતાએ જ પોતાની પુત્રીને હવસનો શિકાર બનાવી છે, ત્યારે માતાની ફરિયાદના આધારે પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

વલસાડ જિલ્લાના વાપીમાં એક ઉચ્ચ શિક્ષિત ઉદ્યોગપતિનું છૂપું રહસ્ય બહાર આવ્યું છે. આ પરિવારમાં ઉદ્યોગપતિ પિતા દ્વારા પોતાની જ પુત્રીનું સતત 7 વર્ષથી શોષણ થતું હોવાનું બહાર આવ્યું છે. હાલ વાપીમાં રહેતા અને દમણમાં ભાગીદારી ઔદ્યોગિક એકમ ધરાવતા એક ઉદ્યોગપતિની પરિવારની ઘૃણાસ્પદ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સાધન અને આર્થિક સંપન્ન આ પરિવારના મોભી એવા ઉદ્યોગપતિ પિતા પોતાની સગી પુત્રી જ્યારે 12 વર્ષની હતી, ત્યારથી તેને લાલચ આપી અધમકૃત્ય આચરવાની શરૂઆત કરી હતી. જેમાં તેને સફળતા મળતા તેને એકલતાનો સિલસિલો યથાવત રાખ્યો હતો. જેમ જેમ પુત્રી મોટી થતી ગઈ, તેમ તેને પોતાની સાથે થઈ રહેલા અન્યાયની વાત સમજ પડવા લાગી હતી. આ સમગ્ર ઘટનાને લઈને યુવતીએ પોતાની આપવીતી પોતાના ભાઈ અને પોતાની માતાને જણાવી હતી. આ સંદર્ભે માતાએ હિંમત દાખવીને પોતાની પુત્રી સાથે વાપી ટાઉન પોલીસ મથકે ઉદ્યોગપતિ પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસ દ્વારા આરોપી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી પોકસો અને આઈપીસી કલમ 376 હેઠળ ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories