વલસાડ : ભરૂચના પરિવારને નડ્યો અકસ્માત, 2 બાળકો સહિત માતાનું મોત
વલસાડના ગુંદલાવ બ્રિજ ઉપર ભરૂચ શહેરના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 માસૂમ બાળકો અને માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું
વલસાડના ગુંદલાવ બ્રિજ ઉપર ભરૂચ શહેરના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 માસૂમ બાળકો અને માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વલસાડમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 8 પર મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ભરૂચના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. વલસાડ નજીક આવેલ ગુંદલાવ બ્રિજ ઉપર ગત રવિવારની રાત્રિએ GJ-16-CB-3512 નંબરની કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે કારમાં સવાર ભરૂચ શહેરના પરિવારનો માળો વિખેરાય ગયો હતો. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘાટના સ્થળે દોડી આવ્યો હતો.
વલસાડ નજીક સર્જાયેલ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ભરૂચના એક જ પરિવારના 3 લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેમાં 2 માસૂમ બાળકો અને તેમની માતાનો સમાવેશ થાય છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નેશનલ હાઇવે નંબર 8 પર અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, ત્યારે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને સાઈડ પર ખસેડી વાહન વ્યવહારને રાબેતા મુજબ કરાયો હતો. હાલ તો અકસ્માતે 3 લોકોના મોતનો ગુન્હો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT