Connect Gujarat
ગુજરાત

વલસાડ : ઉમરગામ અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વચ્ચેની હદનો વિવાદ યથાવત

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે મહારાષ્ટ્રના અધિકારીઓ જમીન માપણી કરવા આવતા વિવાદ થયો હતો.

X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે મહારાષ્ટ્રના અધિકારીઓ જમીન માપણી કરવા આવતા વિવાદ થયો હતો. સ્થાનિકો આ માગણીનો વિરોધ કર્યો હતો. જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહારાષ્ટ્રના અધિકારીઓ અને ગુજરાતના અધિકારીઓએ બેઠક કરી અને માપણીની પ્રક્રિયા બંધ કરી હતી.

વર્ષ 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો અલગ થયા બાદ આજે પણ કેટલીક જગ્યાએ મહારાષ્ટ્ર અને ગુજરાતની હદનો વિવાદ વણઉકલ્યો રહ્યો છે.રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વચ્ચેની હદનો વિવાદ આજે પણ યથાવત છે.ગુજરાતની સોળસુંબા ગ્રામ પંચાયતમા આવતા 9 સર્વે નંબર પર મહારાષ્ટ્ રાજ્ય પણ પોતાનો હકનો દાવો કરી રહ્યુ છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત વર્ષોથી જે વિસ્તારમાં અને જે સર્વે નંબરો પર વીજળી પાણી સહિતની સુવિધા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. એવા સર્વે નંબર પર પણ મહારાષ્ટ્ર પોતાનો હક દાવો કરી રહ્યું છે.આથી સોલસુંબા ગ્રામ પંચાયત દ્વારા પણ મહારાષ્ટ્ર દ્વારા કરવામાં આવી રહેલા દાવાનો વિરોધ કરી રહ્યા છે.ઉમરગામ તાલુકા અને તલાસરી તાલુકાના સ્થાનિક તંત્ર વચ્ચે અત્યાર સુધી પત્રોની આપ-લે થતી હતી.. પરંતુ હવે થોડા દિવસ અગાઉ જ મહારાષ્ટ્રના તલાસરી તંત્ર દ્વારા સોળસુંબા ના કેટલાક મિલકતધારકોને જમીન માપણીની નોટિસ પાઠવવામાં આવી હતી.આ મિલકત ધારકોએ ઉમરગામ મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને આ બાબતની જાણ કરતા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગોની ટીમ પુરા પોલીસ બંદોબસ્ત સાથે પૂરી તૈયારી સાથે બોર્ડર પર પહોંચી હતી અને બંને રાજ્યો વચ્ચેની હદનો વિવાદ હોવાથી સ્થાનિક તંત્ર નહિ પરંતુ બંને રાજ્ય સરકારો દ્વારા નિવેડો લાવવામાં આવે તેવી વાત કરી હતી.

Next Story