વલસાડ : 95 વર્ષના વૃદ્ધને માર મારી ઘસડીને ઘરે લઈ જતાં નોંધાઈ ફરિયાદ, વિડીયો થયો વાયરલ

પુત્રના ઘરે રહેતા 95 વર્ષીય બિમાર વૃદ્ધ તેના અન્ય પુત્રના ઘરે જતાં ઉશ્કેરાયેલા કાકા અને પુત્રએ વૃદ્ધને માર માર્યો હતો.

New Update
વલસાડ : 95 વર્ષના વૃદ્ધને માર મારી ઘસડીને ઘરે લઈ જતાં નોંધાઈ ફરિયાદ, વિડીયો થયો વાયરલ

વલસાડ જિલ્લામાં કળિયુગની કલંકિત ઘટના સર્જાઈ હતી. મૂળી ગામે પોતાના પુત્રના ઘરે રહેતા 95 વર્ષીય બિમાર વૃદ્ધ તેના અન્ય પુત્રના ઘરે જતાં ઉશ્કેરાયેલા કાકા અને પુત્રએ વૃદ્ધને માર માર્યો હતો. એટલું જ નહીં વૃદ્ધને ઘસડીને ઘસડીને ઘરે લઇ જતાં કાકા અને પુત્ર વિરુદ્ધ પૌત્રએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વલસાડ તાલુકાના મૂળી ગામે રહેતા પૌત્ર રાજુ હળપતીએ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેના દાદા ભીખા હળપતી તેમના પુત્ર એવા કાકા રમણ ઘરે રહે છે. ગત. તા. 15મી જુનના રોજ દાદા પૌત્ર રાજૂભાઇના ઘરે આવી "રાજુ, મને બચાવી લે.. તારા કાકા મને ખૂબ મારે છે. મારી તબિયત સારી નથી, મને હોસ્પિટલ પણ નથી લઇ જતો. જેથી મારે તેની સાથે નથી રહેવું, તારા ઘરે જ રહેવું છે તેવું જણાવ્યું હતું. તે દરમ્યાન રાજૂના કાકા અને દાદાના પૂત્ર રમણએ આવીને દાદાને ઘરમાંથી પકડી બહાર ધસડી જઇ ઝાપટ મારી ઢીક્કાપાટુનો માર માર્યો હતો, ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થયો હતો. દાદાને માર મરાતા પૌત્ર રાજૂએ રૂરલ પોલીસ મથકે કાકા અને પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

Latest Stories