New Update
/connect-gujarat/media/post_banners/158e34ab2a7f749b08775e12ea40a8dd9b7be5f3acf2be7a94d51d978815ddc6.webp)
વલસાડ કલેકટર કચેરી ખાતે સરકારી કર્મચારીઓના 6 મહિનાથી 6 વર્ષના બાળકોને સાચવવા માટે નિર્માણ કરાયેલા 'વાત્સલ્ય ઘોડિયાઘર'નું કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
તા. ૧૩-૧૦-૨૦૨૨ના રોજ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે 'વાત્સલ્ય ઘોડિયાઘર'નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વાત્સલ્ય ઘોડિયાઘરમાં સરકારી કર્મચારીઓના 6 મહિનાથી 6 વર્ષના નાના બાળકોને સાચવવામાં આવશે, જ્યાં સવારે ૯-૦૦થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી બાળકોને સાચવવામાં તેમજ બાળકોને પોષણયુક્ત ખોરાક પણ આપવામાં આવશે. આ ઘોડિયાઘરનું સંચાલન આદર્શ મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે.
Latest Stories