વલસાડ : શાકભાજી માર્કેટમાંથી બનાવટી તેલનું કૌભાંડ ઝડપાયું, ડુપ્લિકેટ તેલના ડબ્બા જપ્ત કરાયા...

શાકભાજી માર્કેટમાં પુરવઠા વિભાગે રેડ કરી તવાઈ બોલાવી હતી. આ રેડમાં શાકભાજી માર્કેટમાં આવેલી કેટલીક દુકાનોમાં બનાવટી તેલ વેચાતું હોવાનું સામે આવ્યું છે.

New Update
વલસાડ : શાકભાજી માર્કેટમાંથી બનાવટી તેલનું કૌભાંડ ઝડપાયું, ડુપ્લિકેટ તેલના ડબ્બા જપ્ત કરાયા...

વલસાડના શાકભાજી માર્કેટમાં પુરવઠા વિભાગે રેડ કરી તવાઈ બોલાવી હતી. આ રેડમાં શાકભાજી માર્કેટમાં આવેલી કેટલીક દુકાનોમાં બનાવટી તેલ વેચાતું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરના શાકભાજી માર્કેટમાં આવેલ લક્ષ્મી જનરલ સ્ટોર, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર, ગીતા પ્રોવિઝન, માધવ પ્રોવિઝન સ્ટોર અને પૂનમ ટી ડેપોમાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં પૂનમ ટી ડેપો દુકાનમાંથી ડુપ્લીકેટ તિરૂપતિ તેલનું કૌભાંડ ઝડપાયું હતું, ત્યારે દરોડા દરમ્યાન પુરવઠા વિભાગે ડુપ્લિકેટ તેલના ડબ્બા જપ્ત કર્યા હતા, ત્યારે હાલ તો પુરવઠા વિભાગ દ્વારા દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories