વલસાડ : પડતર પ્રશ્ને ભારતીય કિસાન સંઘના રાજ્ય મંત્રી કનુ દેસાઈના ઘર આંગણે ધરણાં-પ્રદર્શન...

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘ પડતર માંગોને લઈ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update

Advertisment

વલસાડ જિલ્લાના વાપી ખાતે વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘ પડતર માંગોને લઈ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ભારતીય કિસાન સંઘ દ્વારા પોતાની વિવિધ અને પડતર માંગણીઓ મુદ્દે ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કરાયેલ માંગો ન સ્વીકારવામાં આવતા રાજ્ય મંત્રીઓના ઘર બહાર ધરણા કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોતાની પડતર માંગોને લઈને યોગ્ય નિરાકરણ ન આવતા વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યમંત્રી કનુ દેસાઈના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories