વલસાડ : 36મી નેશનલ ગેમ્સનો જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

ગુજરાતના યજમાનપદે તા. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સ યોજાનાર છે,

વલસાડ : 36મી નેશનલ ગેમ્સનો જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો
New Update

ગુજરાતના યજમાનપદે તા. 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સ યોજાનાર છે, ત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય અને રમત-ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તેવા આશય સાથે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 15 સપ્ટેમ્બરે વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ કોલેજ કેમ્પસના સંસ્કાર કેન્દ્ર ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અને CELEBRATING UNITY THROUGH SPORTS અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદ ડો. કે.સી.પટલે જણાવ્યું કે, ભૂતકાળમાં રમત વિભાગ હતો પણ તે માત્ર નામ પૂરતો હતો, તેની કોઈ સાર સંભાળ લેવાતી ન હતી. પરંતુ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમશે ગુજરાત, જીતશે ગુજરાતના નારા સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. જેના થકી જ વૈશ્વિક સ્તરે ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી ખેલાડીઓ પણ મળ્યા છે. ભારત વિશ્વમાં સૌથી વધુ યુવા શક્તિ દેશ તરીકે ગણના પામે છે. રમત ગમત ક્ષેત્રે ગામડાથી લઈને શહેર સુધીના ખેલાડીઓને ભારતનું નામ રોશન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોત્સાહન આપ્યું હતું.

જેના થકી આજે પણ ખેલ મહાકુંભની પરંપરા અવિતરપણે ચાલી આવી છે. રમત ગમત ક્ષેત્રે યુવાનોને વડાપ્રધાનએ પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. સાથે સાસંદએ ખેલ મહાકુંભ-2011માં મેડલ મેળવનાર વિજેતા રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. ખેલ મહાકુંભ-વર્ષ 2021-22માં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર અતુલ વિદ્યાલય, અતુલને રૂ. 1.50 લાખ, દ્વિતિય ક્રમ મેળવનાર વલસાડની શેઠ આર.જે.જે ઈંગ્લિશ મીડિયમ સ્કૂલને રૂ. 1 લાખ અને તૃતિય ક્રમ મેળવનાર આનંદનિકેતન એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, કપરાડાને રૂ. 75 હજારનું ઈનામ આપી સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમ મેળવનાર શેઠ આર.જે.જે.ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, વલસાડને રૂ. 25,000, દ્વિતિય ક્રમ મેળવનાર બાઈ આવાબાઈ હાઈસ્કૂલને રૂ. 15,000 અને તૃતિય ક્રમ મેળવનાર અતુલ વિદ્યાલય, અતુલને રૂ. 10,000નો ચેક આપી નવાજવામાં આવી હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Valsad #36th National Games #wareness program #MP of Dang #K.C.Patel
Here are a few more articles:
Read the Next Article