વલસાડ : બામટી ખાતે જિલ્લાકક્ષાના આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય...

મહાનુભાવોના હસ્‍તે વિશિષ્‍ટ યોગદાન આપનારી મહિલાઓ તેમજ દત્તક દીકરીઓના માતા-પિતાનું પ્રમાણપત્ર આપી સન્‍માન કરાયું

New Update

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૮મી માર્ચ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પુરસ્‍કાર વિતરણ, સન્‍માન કાર્યક્રમ, વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત તથા ઇ-લોન્‍ચિંગ અવસરે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં આદર્શ નિવાસી શાળા, બામટી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ અવસરે કલેકટર ક્ષિપ્રા આગ્રે સહિત મહાનુભાવોના હસ્‍તે વિશિષ્‍ટ યોગદાન આપનારી મહિલાઓ તેમજ દત્તક દીકરીઓના માતા-પિતાનું પ્રમાણપત્ર આપી સન્‍માન કરાયું હતું. તેમજ માતા યશોદા એવોર્ડ, વ્‍હાલી દીકરી યોજના હુકમ, દીકરી વધામણાં કીટ, મહિલા સ્‍વાવલંબન યોજના લોન મંજૂરી હુકમ તેમજ ગંગા સ્‍વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમનું વિતરણ કરાયું હતું. રેવન્‍યુ મહિલા ક્રિકેટ ટીમનું સન્‍માન પણ આ અવસરે કરાયું હતું.

ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામો સુધી મહિલા અને બાળ વિકાસ, આરોગ્‍ય, સમાજ સુરક્ષા તેમજ આઇ.સી.ડી.એસ. સહિત અન્‍ય વિભાગો હસ્‍તકની યોજનાના લાભો સ્‍થળ ઉપર મળી રહે તે હેતુસર શરૂ કરાયેલા નવતર પ્રયોગની ઝાંખી દર્શાવતી પુસ્‍તિકા વનિતા વિશેષનું વિમોચન કરાયું હતું. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલની ઉપસ્‍થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું હતું.

Latest Stories