વલસાડ: કેમિકલ ભરેલ ટેન્કરમાં ભયંકર આગ, 2 લોકો ભડથુ થઈ જતા કમકમાટી ભર્યા મોત

મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે 48 પર વલસાડના વાઘલધારા પાસેથી એક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.

New Update
વલસાડ: કેમિકલ ભરેલ ટેન્કરમાં ભયંકર આગ, 2 લોકો ભડથુ થઈ જતા કમકમાટી ભર્યા મોત

વલસાડ જિલ્લાના વાઘલધારા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ લાગતા બે લોકોના મોત નિપજ્યા હતા

મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે 48 પર વલસાડના વાઘલધારા પાસેથી એક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. જે પલટી ગયા બાદ ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્ડોમાં જ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. જેના કારણે ટેન્કર અગનગોળો બની ગયું હતું. ટેન્કરની સાથે પાછળ આવી રહેલી અન્ય બે કાર પણ આગની ચપેટમાં આવી હતી.બે કલાકના અંતે આગ પર કાબૂ આવ્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એક વ્યકિતની બળી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જ્યારે થોડીવાર બાદ ટેન્કરની અંદરથી વધુ એક મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક બે થયો છે.

Read the Next Article

ભરૂચ: કતોપોર દરવાજા વિસ્તારમાં વૃક્ષ જર્જરીત મકાન પર ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

New Update
gar

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

વૃક્ષ નજીકમાં આવેલા જર્જરીત મકાન પર ધારાશયી થતા દોડધામ મચી જવા પામી હતી.જોકે મકાનમાં કોઈ રહેતું ન હોવાના કારણે મોટી દુર્ઘટના અટકી હતી. બનાવની જાણ થતા જ નગરસેવા સદન તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી વૃક્ષને બાજુ પર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલાં નગરસેવા સદન દ્વારા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી આમ છતાં કોઈ ત્વરિત કામગીરી ન થતાં આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે.