વલસાડ: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પુરની પરિસ્થિતિ,NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

ઉપરવાસમાં વર્ષે ભારે વરસાદના પગલે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

New Update

ઉપરવાસમાં વર્ષે ભારે વરસાદના પગલે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.  ઓરંગા નદીની બંને બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઇને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું હતું. 400 જેટલા લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
વલસાડના તળિયાવાડ, બરૂડિયા વાડ અને કાશ્મીરા નગરના લોકોને જ્યાં જરૂર પડે ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તો આ સાથે ભરેલીમાં એનડીઆરએફની ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં નવ લોકોને ઘરોમાંથી હેમખેમ બહાર લાવવામાં આવ્યા હતા તો બીજી તરફ આખી રાત વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગના અને પોલીસ વિભાગના કર્મચારીઓ ખડે પગે તૈનાત રહ્યા હતા
Read the Next Article

નવસારી : કેલીયા ગામના યુવાને સિંગાપોરમાં વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલીયા ગામનો ચેતન ભગરીયાએ સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.જેમાં તેને ગોલ્ડ મેડલ જીતીને દેશ અને ગામનું નામ રોશન કર્યું હતું.ગ્રામજનોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું.

New Update
  • નવસારીનો વાગ્યો વિદેશમાં ડંકો

  • વાંસદાના યુવાને મેળવી સફળતા

  • સિંગાપોરમાં યોજાય હતી સ્પર્ધા

  • 800 મીટર રેસમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

  • ગ્રામજનોએ યુવાનનું કર્યું ઉમળકાભેર સ્વાગત  

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલીયા ગામનો ચેતન ભગરીયાએ સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.જેમાં તેને ગોલ્ડ મેડલ જીતીને દેશ અને ગામનું નામ રોશન કર્યું હતું.ગ્રામજનોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલીયા ગામનો ચેતન ભગરીયાએ સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.ચેતનને 800 મીટર,400 મીટર અને 200 મીટરની રેસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ યુવાને 800 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ400 મીટરમાં બ્રોન્ઝ અને 200 મીટરમાં સિલ્વર મેડલ જીત્યો હતો.ચેતન સિંગાપોરથી માદરે વતન પરત ફરતા ગામમાં ઉત્સાહ સાથે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. અને ગામના લોકોએ નાચગાન અને તાળીઓથી ચેતનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ગરીબ આદિવાસી પરિવારમાંથી આવેલો ચેતનબાળપણથી જ મહેનત અને લક્ષ્ય પર નજર રાખે છે. ક્યારેય સંજોગોને દોષ આપ્યા વિના પોતાના લક્ષ માટે દોડતો રહે છે.ચેતન માટે ખેલ મહાકુંભ પ્રેરણાનો પ્રથમ સ્ત્રોત રહ્યો છે.

ત્યાંથી શરૂઆત કરીને આજે તેણે સમગ્ર વિશ્વમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આજના યુવાનો માટે ચેતન જેવી કહાની માત્ર એક સમાચાર નથી,પણ એક જીવંત પ્રેરણા છે કે મહેનત અને માનસિકતા હોય તો ગરીબી પણ સફળતાને રોકી શકતી નથી.