Connect Gujarat
ગુજરાત

વલસાડ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ધરમપુરમાં યોજાયું ભાજપનું કાર્યકર્તા સંમેલન...

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

X

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભા-2024ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાતની વલસાડ બેઠક પર ભાજપ-કોંગ્રેસે તેમના મુરતિયા જાહેર કરી દેતાં ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં રોચક ઈતિહાસ ધરાવતી આ બેઠક પર જે પાર્ટીનો ઉમેદવાર જીતે એ પાર્ટીની જ કેન્દ્રમાં સરકાર બનતી રહી છે. અહીં ભાજપે ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે વાંસદા બેઠકના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને 2024ની દિલ્હી દોડમાં ઉતારી દીધા છે. વલસાડ લોકસભા બેઠકમાં વલસાડ જિલ્લાની 5 વિધાનસભા, નવસારીની વાંસદા વિધાનસભા અને ડાંગ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. વલસાડ લોકસભા બેઠક પર 1957થી 2019 દરમિયાન 16 ચૂંટણી યોજાય છે, જેમાં 9 વાર કોંગ્રેસ, 5 વાર ભાજપ અને એક-એક વાર જનતાદળ અને જનતા પાર્ટીના ઉમેદવારનો અહીં વિજય થયો છે, ત્યારે હવે વલસાડ-ડાંગ લોકસભા બેઠકને કબજે કરવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હાજરી આપી હતી. આ તકે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના તમામ કાર્યકરોને ચૂંટણી દરમ્યાન ખભેથી ખભો મિલાવી એકજુથ થઈ ચૂંટણીના કામે લાગી જવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story