New Update
/connect-gujarat/media/post_banners/5e5f6b2e059cd15edc9e84d3c862a30db85249fb9823788fa0cef5bbdf95b42c.jpg)
વલસાડના તિથલના દરિયા કિનારે મહાકાય માછલીનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે, આ મામલે વન વિભાગ અને ફિશરીઝ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
વલસાડના તિથલનો દરિયા કિનારો સહેલાણીઓની પ્રથમ પસંદગી છે અને અહી મોટી સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે ત્યારે તિથલના દરિયામાંથી એક મહાકાય માછલીનું કંકાલ મળી આવ્યુ હતું. દરિયામાં મોટી ભરતી આવતા આ કંકાલ બહાર આવ્યું હતું ત્યારે કંકાલ શાર્કનું હોવાનું અનુમાન સ્થાનિકો લગાવી રહ્યા છે. આ તરફ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ અને વન વિભાગનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ મામલામાં FSLની પણ મદદ લેવામાં આવી રહી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે
Latest Stories