વલસાડ : રાબડામાંથી ગેરકાયદે આયુર્વેદિક દવા ઉત્પાદન ઝડપાયું,અવૈધ કારખાનામાંથી વિવિધ દવાઓ અને મશીનરી જપ્ત

વલસાડના રાબડા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સ્થળ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડો પાડ્યો હતો.

New Update
  • રાબડામાં અવૈધ આયુર્વેદિક દવા ઉત્પાદનનું કૃત્ય 

  • વિશ્વંભરી મંદિર પાછળ ચાલતું હતું કૃત્ય

  • કારખાનામાંથી દવાઓ અને મશીનરી જપ્ત

  • ખોરાક અને ઔષધ નિયમન તંત્રે દરોડો પાડ્યો

  • મંદિરના સંચાલકે  આ વાતને આપ્યો રદિયો

વલસાડના રાબડા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સ્થળ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડો પાડ્યો હતો.અને આ અવૈધ કારખાનામાંથી વિવિધ દવાઓ અને મશીનરી જપ્ત કરવામાં આવી હતી.

વલસાડના રાબડા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સ્થળ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ દરોડો પાડ્યો હતો.રાબડાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિશ્વંભરી મંદિરની પાછળના ભાગમાં અવૈધ દવાઓનું ઉત્પાદન થતું હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન વિવિધ આયુર્વેદિક દવાઓ જેવી કે વટીઘુટીચૂર્ણઅર્કસાબુ અને તેલનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત દવાઓ બનાવવા માટે વપરાતા કાચા માલમશીનરી અને વાસણો પણ તંત્રએ જપ્ત કર્યા છે.

પાસ પૂર્ણ થયા બાદ કલમ 33 EEC અંતર્ગત ગુનો નોંધવામાં આવશે. જ્યારે મંદિરના સંચાલક કિરીટભાઈએ સંસ્થામાં કોઈ તપાસ થઈ હોવાનું નકારી કાઢ્યું છે.

Latest Stories