વલસાડ : પગમાં દંશ મારેલા સાપને બોટલમાં લઈને ઇજાગ્રસ્ત યુવાન સારવાર અર્થે હોસ્પિટલ દોડ્યો...

યુવાન સાપને બરણીમાં લઈ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોચ્યો હતો. જોકે, ડંખ મારનાર સાપ અત્યંત ઝેરી રસલ વાઈપર હોવાનું જાણવા મળતા ચિંતાનો વિષય બન્યો

New Update
  • ઉમરગામ તાલુકાના ગંગાનગર વિસ્તારની ઘટના

  • 18 વર્ષીય યુવાનને સાપ કરડતા પગમાં થઈ ઇજા

  • યુવાન સાપને બરણીમાં લઈ સારવાર અર્થે પહોચ્યો

  • સાપ ઝેરી હોવાનું જાણવા મળતા ચિંતાનો વિષય

  • સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સારવાર કરાય

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 18 વર્ષીય યુવાનને સાપ કરડતા ઇજાગ્રસ્ત યુવાન સાપને બરણીમાં લઈ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોચ્યો હતો. જોકેડંખ મારનાર સાપ અત્યંત ઝેરી રસલ વાઈપર હોવાનું જાણવા મળતા ચિંતાનો વિષય બન્યો છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગંગાનગર વિસ્તારમાં પરેશભાઈની ચાલીમાં રહેતો 18 વર્ષીય શુભમ રામ નરેશ ગૌતમ પોતાના ઘર પાસે આવેલ એક દુકાનમાં ઘરવખરીનો સામાન લેવા માટે ગયો હતોઅને સામાન લઈને પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તેના જમણા પગમાં સાપે કરડી લીધું હોવાનો અહેસાસ થતાં તેણે તાત્કાલિક આસપાસના લોકોને ઘટનાની જાણ કરી હતી.

જોકેઆ સાપ યુવાનથી દૂર પહોંચે તે પહેલા સ્થાનિક યુવકોએ સાપને પકડી બરણીમાં પૂરી દીધો હતો. ત્યારબાદ યુવાનને પ્રાથમિક સારવાર આપવા ઉમરગામના ગાંધી વાડી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતોજ્યાં તેની વધુ સારવાર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઇજાગ્રસ્ત યુવક તથા તેના ભાઈ અને મિત્રો સાપને બરણીમાં મુકી થેલામાં લઈ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેજાણકારોએ આ સાપ અત્યંત ઝેરી રસલ વાઈપર હોવાનું જણાવતા યુવાન સહિત તેના મિત્રોના હોશ ઉડી ગયા હતા.

Read the Next Article

રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

New Update
red alrt

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

બે વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી મુજબ આ સમય દરમિયાન પવન ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

જ્યારે કચ્છ,  પાટણ,  ગાંધીનગર,  મહેસાણા,  અરવલ્લી,  અમદાવાદ,  સુરેન્દ્રનગર,  મહીસાગર,  દાહોદ,  સુરત,  નર્મદા,  તાપી,  ડાંગ,  નવસારી,  વલસાડ,  દમણ,  દાદરા નગર  હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોરબી,  જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા,પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.