Connect Gujarat
ગુજરાત

વલસાડ : રોજગારવાંચ્‍છું યુવાનોને અનુબંધમ વેબપોર્ટલ ઉપર રજિસ્‍ટ્રેશન કરવા અનુરોધ

વલસાડ : રોજગારવાંચ્‍છું યુવાનોને અનુબંધમ વેબપોર્ટલ ઉપર રજિસ્‍ટ્રેશન કરવા અનુરોધ
X

વલસાડ જિલ્લાના યુવાનોને અનુબંધમ વેબપોર્ટલ ઉપર રજિસ્‍ટ્રેશન કરવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં હવે રોજગાર કચેરીની નામ નોંધણી રોજગારવાંચ્‍છું યુવાનો ઘરે બેઠાં જ કરી શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા તા. ૦૬/૦૮/૨૦૨૧ના રોજ રોજગાર દિવસ નિમિતે મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્‍તે અનુબંધમ વેબ પોર્ટલ અને એપ્‍લીકેશન ઉમેદવારો માટે ખુલ્લું મુકવામાં આવ્‍યું છે. જેમાં રજિસ્‍ટ્રેશન થકી ઉમેદવાર પોતાના જિલ્લાની વિવિધ સેક્‍ટરવાઈઝ નોકરી શોધી શકશે તથા રોજગારવાંચ્‍છું ઉમેદવાર ઘરે બેઠા https://anubandham.gujarat.gov.in પોર્ટલ ઉપર રજિસ્‍ટ્રેશન પણ કરી શકશે.

આ વેબપોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કરવા માટે માત્ર આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો (જેપીજી) ફાઈલમાં અપલોડ કરવાનો રહશે. યુવાનો આ પોર્ટલમાં રજીસ્‍ટ્રેશન કરી સરળતાથી નોકરી શોધી શકાશે. જેથી વલસાડ જિલ્લાના રોજગારવાંચ્‍છુ ઉમેદવારોને વેબપોર્ટલ દ્વારા વધુમાં વધુ જોબસિકર તરીકે રજિસ્‍ટ્રેશન કરવા માટે જિલ્લા રોજગાર અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

Next Story
Share it