વલસાડ : વાપીમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોચેલી પાલિકાની ટીમ પર ટોળાનો પથ્થરમારો, JCBમાં તોડફોડ

વલસાડ જિલ્લાના વાપીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.

New Update
વલસાડ : વાપીમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોચેલી પાલિકાની ટીમ પર ટોળાનો પથ્થરમારો, JCBમાં તોડફોડ

વલસાડ જિલ્લાના વાપીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. વાપીની શાકભાજી માર્કેટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા બાબતે પાલિકાની ટીમ પર પથ્થરમારો થયો હતો. જેમાં 20 જેટલા લોકોએ પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ સાથે જ પાલિકાના કર્મચારીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. તેમજ JCBમાં પણ નુકસાન પહોંચ્યું હતું. વાપીમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન પાલિકાની ટીમ અને લોકોના ટોળાં વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. સ્થાનિકોએએ પથ્થરમારો કરી JCB મશીનમાં તોડફોડ કરી હતી. બનાવના પગલે હાજર પોલીસ કાફલાની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

Latest Stories