વલસાડ જિલ્લામાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત
પુત્રના જન્મદિવસની પાર્ટીમાં જ માતાનું મોત
વાપીની એક હોટલમાં બર્થ ડે પાર્ટી દરમિયાન બની ઘટના
સ્ટેજ પર જ અચાનક ઢળી પડ્યા માતા
પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા શોકની કાલિકા છવાઈ
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
વલસાડ જિલ્લાના વાપીમાં એક પરિવારના પાંચ વર્ષીય પુત્રના બર્થ ડેની શનિવારે ઉજવણીનો માહોલ શોકમાં પરિણમ્યો હતો,પુત્રના જન્મદિવસની ખુશીમાં પરિવારજનો ગીત સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા.
દરમિયાન જ અચાનક માતા સ્ટેજ પરથી નીચે ઢસડી પડતા ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા હતા.યુવાન માતાને કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નીપજ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.માતાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ખુશીના પ્રસંગમાં માતમ છવાયો હતો. પાંચ વર્ષીય પુત્રએ પોતાના જન્મદિવસે જ માતાની છત્રછાયા ગુમાવી હતી. વાપીની હોટલમાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.