વલસાડ: અતુલ ખાતે નાનાપોઢાના PSI, 3 કોન્સ્ટેબલ અને 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા

નાનાપોઢાના PSI અને 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા...

New Update
વલસાડ: અતુલ ખાતે નાનાપોઢાના PSI, 3 કોન્સ્ટેબલ અને 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા

રાજ્યમાં દેશી દારૂનો લઈને લઠ્ઠાકાંડ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વલસાડ જિલ્લાના અતુલ ખાતે નાનાપોઢાના PSI તેના મિત્રના બંગ્લામાં 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમો સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેને SPએ રંગેહાથ ઝડપી પાડયા હતા.

રાજ્યમાં લઠ્ઠાકાંડને લઈને પોલીસને દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાને વલસાડના અતુલ ખાતે આવેલા એક બાંગ્લામાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. આ બાતમીને પગલે વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલા LCB અને અન્ય પોલીસ જવાનો સાથે રેડ કરી ચેક કરતા અતુલના મુકુંદ ફસ્ટ ગેટ ખાતે સન્ની બાવીસકરની જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી.

જ્યા નાનાપોઢાના PSI અને 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા. વલસાડ SPએ 18 બોટલ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.