Connect Gujarat
ગુજરાત

વલસાડ : પોલીસ અને નેત્રમની ટીમે કર્યો ગૌ તસ્કરીનો પર્દાફાશ, 3 આરોપીઓની ધરપકડ...

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં 60 જેટલા પોઇન્ટ પર ગૌ તસ્કરોની હલચલ પર CCTVની મદદથી નજર રાખવામાં આવી હતી

X

થોડા સમય અગાઉ વલસાડ જિલ્લામાં ગૌ તસ્કરીને લઈને એક ગૌ રક્ષકે પોતાનો જીવ ખોવો પડ્યો હતો. જેના પગલે પોલીસ અને નેત્રમની ટીમ સતત નજર રાખી રહી હતી, ત્યારે પોલીસે ગૌ તસ્કરીમાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં 60 જેટલા પોઇન્ટ પર ગૌ તસ્કરોની હલચલ પર CCTVની મદદથી નજર રાખવામાં આવી હતી, ત્યારે 15 દિવસ અગાઉ થયેલ ગૌ તસ્કરી પોલીસ અને નેત્રમના ધ્યાનમાં આવી ચઢી હતી. જેમાં ગૌ તસ્કરો રખડતા ઢોરને બેહોશીના ઇન્જેક્શન આપી ગાડીમાં ભરીને લઇ જતાં દેખાયા હતા. નેત્રમના પોલીસ જવાન દ્વારા તુરંત જ ઉચ્ચ અધિકારીઓને આ તમામ માહિતી આપવામાં આવી હતી. જેને લઇને વલસાડ સીટી પોલીસ, રૂરલ પોલીસ, એલસીબી અને અન્ય પોલીસ જવાનો પણ આ ગૌ તસ્કરોને પકડવા માટે વિસ્તારને ઘેરી વળ્યા હતા, ત્યારે વલસાડ પોલીસ તરફ આવતી એક કાર શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કરાતા તે કારનો અકસ્માત થયો હતો. તે બાદ કારમાં સવાર આરોપીઓ તુરંત જ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જોકે પોલીસે તે વાહનને તપાસતા તેમાંથી 2 બળદ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ ગૌવન્સને તુરંત પાંજરાપોળ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે એક બાદ એક 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસ નેત્રમના કર્મચારી અને પોલીસની બહાદુરીથી આ ગૌતસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Next Story